SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ સગ ૧ લ] શ્રીવિજય અને અશનિષનાં સૈન્ય વચ્ચે થયેલ યુદ્ધ. [ ૨૨૧ શકતું નથી. તેથી જે માગે આવ્યો તે માગે તે પિતાને ઘેર ભલે ચાલ્યા જાય; પણ જે સુતારાને માગશે તે તે યમરાજાને ઘેર જશે. આ બે વાતને વિચારી તે જાય કે રહે, ગમે તે કરે. તું પણ અહીંથી તત્કાળ જા અને આ પ્રમાણે મારી વાણી તેને કહે.” આ પ્રમાણે અશનિષનાં કહેલાં વચન સાંભળીને તે દૂત નગરમાંથી નીકળી શ્રી વિજય પાસે આવી તે ઠગારાને સંદેશે તેમને કહ્યો. કે પાનલમાં પવન જે તે સંદેશે સાંભળી રાજા શ્રીવિજયે પિતાની સજજ રાખેલી સેનાને પણ ફરીને સજજ કરી. શ્રીવિજયની સેનાને યુદ્ધમાં ઉત્કંતિ જોઈને અશનિઘોષે યુદ્ધનું આતિથ્ય કરવાને પિતાના પુત્રોને આજ્ઞા આપી. તત્કાલ અશ્વઘોષ, શતઘોષ, સહસ્ત્રષ, મહાઘોષ, ભીમશેષ, ધનઘેાષ અને મેઘશેષ વિગેરે સર્વ પુત્રે સર્વ સામગ્રી લઈ યુદ્ધ કરવા માટે અમરચંચા નગરીના દ્વારમાંથી બહાર નીકળ્યા. તે વખતે બને સૈન્યમાં મોટા ધ્વનિથી શરદઋતુના મેઘ જેવાં રણવાજિંત્રો વાગવા માંડ્યાં. પછી જેમાં બાણથી છેદાઈને ઉછળતા છત્રોથી આકાશ સે ચંદ્રવાળું દેખાતું હતું, કપાઈ પડતા મસ્તકેથી જાણે ઘણા રાહુવાળું હોય તેમ જણાતું હતું, પડતા અને ચળકતા શલ્યથી જણે ઉલ્કાપાત થતા હોય તેવું દેખાતું હતું, મોટા મદાંધી ગજેના પરપર અફળાવાથી જાણે પર્વતે અફળાતા હોય અને રૂધિરના કાદવથી જાણે ભૂમિ પર સંધ્યાના વાદળ વિશ્રાંત થયાં હોય તેવું જણાતું હતું. તેમાં મઘની જેમ રૂધિરના પાનથી ભૂત વેતાલ ઉન્મત્ત થઈને નાચતા હતા, મોટા સુભટે હુંકારા કરીને જાણે મંત્રાએ ભણતા હોય તેમ લાગતા હતા, બાણેથી હણાતા હસ્તીઓના કુંભસ્થલમાંથી નીકળતા મુક્તાફલવડે આકાશ બધું તારાવાળું દેખાતું હતું અને સિન્યના ઉડેલા રેણુથી જાણે સર્વત્ર પ્રદોષકાળ ઉત્પન્ન થયે હોય તેમ દેખાતું હતું, એવું બને સિન્યમાં મોટું યુદ્ધ પ્રવત્યું. ઘેર ગદાના પ્રહારથી અતિ મૂછ પામેલા દ્ધાઓને કે તેમના બંધુઓ પોતાના વસ્ત્રના છેડાથી પંખ કરી પવન નાખતા હતા. કેઈ તૃષાતુર થયેલા વીરેને જળના ઘડા લઈને ફરતી પ્રિયાઓ વારંવાર જળપાન કરાવતી હતી. પોતાની પ્રિયાઓના જતાં છતાં દેવાંગનાઓ આવીને “આ મારે પતિ, આ મારે પતિ” એમ કહેતી કહેતી ઉત્કંઠાએ કઈ વીરાને વરતી હતી. કોઈ શત્રુને મુગટ લઈને નાચતે હતા. અને તેની સ્પર્ધા કરતું હોય તેમ તેના શત્રુનું ધડ પણ તેને જોઈ નાચતું હતું જેમ વાનર એક વૃક્ષ પરથી બીજે વૃક્ષે જાય, તેમ કેઈ પિતાના ભમી ગયેલા રથમાંથી ઠેકડો મારીને બીજા રથમાં જતા હતા. કેઈ વીર ચિરકાળ યુદ્ધ કરતાં અસ્ત્ર ખુટી જવાથી પિતાના મસ્તક પરથી શીરસાણ લઈ તે વડે પ્રહાર કરી શત્રુને મારી નાખતે હતે. કેટલાક દ્ધાએ બધાં અને ક્ષીણ થઈ જવાથી દાંત વડે જેમ હાથીઓ યુદ્ધ કરે તેમ ભુજાદંડથી યુદ્ધ કરતા હતા. આ પ્રમાણે અઓથી, શોથી અને માયાથી યુદ્ધ કરતાં બંને સિને કાંઈ ઉણે એક માસ વીતી ગયે. તે અસરમાં પવન જેમ વૃક્ષને ભાંગી નાખે, તેમ શ્રીવિજ્યના સૈન્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy