________________
સગ ૧ લે ] શ્રીવિજય રાજાને બે વિધાધરએ કરેલ બચાવ.
૨૧૯ તે વખતે “પ્રજવલિત જવાળાવાળે અગ્નિ કર્યાં અને ગતપ્રાણુ મારી પ્રિયા કયાં! વળી અટ્ટહાસ્ય કરતી આ સ્ત્રી કેણ! શું આ દૈવનાટક તે નહીં હોય!” આ પ્રમાણે ચિંતવન કરતો શ્રીવિજય સ્વસ્થ થયો, એટલે તેણે પિતાની આગળ સૌમ્ય આકૃતિવાળા બે પુરૂષને ઉભેલા જોયા. “આ શું? એમ રાજાએ તેમને પૂછ્યું, એટલે તેઓ પ્રણામ કરી વિનયથી બેલ્યા- “અમે વિદ્યાધરપતિ અમિતતેજના સેવક છીએ. સંભિન્નશ્રોત તથા દીપશિખ નામના અમે બે પિતાપુત્ર થઈએ છીએ. વેચ્છાથી તીર્થના જિનબિંબને વંદના કરવાને નીકળ્યા છીએ. અહીં નજીક આવતાં અમાએ શ્રવણમાં દુઃશ્રવ અને પશુઓના કર્ણને પણ કેસરી નાખે તેવી કરૂણાક્ષરવાળી આ પ્રમાણેની વાણી સાંભળી–“હે મારા પ્રાણનાથ શ્રીવિજય! હે રાજાએથી સેવિત નાથ! અરે તેજથી સૂર્ય જેવા હે બાંધવ અમિતતેજ! પરાક્રમવડે બલભદ્ર જેવા હે વત્સ વિજયભદ્ર! સર્વદા સંનિહિત રહેનારા હે ત્રિપૃષ્ટ કુલના દેવતાઓ ! નાહાર પાસેથી મૃગલીની જેમ આ દુષ્ટ વિઘાધર પાસેથી સુતારાનું વગર વિલંબે રક્ષણ કરે, રક્ષણ કરે.”
આવી વાણી સાંભળીને અમારા સ્વામીની બહેનને કોઈ દુરાત્મા હરી જાય છે તેવું જાણી શબ્દાપાતી બાણની પેઠે અમે તે વાણને અનુસરીને ચાલ્યા. તત્કાળ હાથીએ ગ્રહણ કરેલી પવિનીની પેઠે અશનિષે પકડેલી ચપલનેત્રા સુતારાને અમે ઈ. સવામીની બહેનના હરણની ઉપેક્ષા કરવાને અસમર્થ એવા અમેએ ભ્રકુટી ચડાવી તે શત્રુને કહ્યું-“હે હત્યારા વિદ્યાધર! દેવપ્રતિમાનું ચંડાળ હરણ કરે તેમ આ સુતારાનું હરણ કરીને તું કયાં જાય છે? અરે ! હવે તું જીવતે રહેવાને નથી અમે તને મારી નાખીશું, માટે આયુધ ગ્રહણ કર. અમે વિદ્યાધરના પતિ અમિતતેજના સેવક છીએ” આ પ્રમાણે આક્ષેપ કરી સાપને રમાડનારાની જેમ બે કૃષ્ણ સર્પની જેવી બે તરવારને મ્યાનમાંથી ખેંચી કાઢી, અમે તે અધમ પુરૂષને મારવાની ઈચ્છાથી તેની સામા થયા. તે વખતે દેવી સુતારાએ કહ્યું “તમે યુદ્ધ કરવું છોડી દે,અને અહીંથી તિવનમાં જાઓ, ત્યાં શ્રી વિજય પ્રભુ રહેલા છે, તે પ્રતાણી વિદ્યાથી પ્રાણત્યાગ કરતા હશે, તે ત્યાં જઈને તેને બચાવે તેમના જીવવાથી જ હું જવું તેમ છું “આવી સુતારની આજ્ઞાથી અમે તત્કાળ અહીં આવ્યા અને અમોએ મંત્રિત જળથી તમારે ચિંતાગ્નિ બુઝાવી દીધું. વેતાળની પેઠે ઉન્મત્ત થઈ અટ્ટહાસ્ય કરતી જે આ નાસી ગઈ તે સુતારાના રૂપને ધારણ કરનારી પ્રતાર વિદ્યા હતી. પિતાની પ્રિયા સુતારાનું હરણ થયું તે જાણુવામાં આવતાં વિરહાગ્નિવડે ચિતાનળથી પણ અધિક પ્રજવલિત થયેલો શ્રીવિજય અતિ ખેદ પામ્યું. આ પ્રમાણે જોઈને તેઓ બેલ્યા– સ્વામી ખેદ કરો નહીં, દૈવની જેમ તમારાથી તે કેટલે દૂર જશે! પછી તેઓ જાનુથી પૃથ્વીને સ્પર્શ કરી પ્રણામ કરી ઘણી પ્રાર્થનાવડે શ્રી વિજય રાજાને વૈતાઢયપર્વત પર લઈ ગયા. તેને જોઈ સસંભ્રાંતપણે તરતજ જાણે મૂર્તિમાન વિજય હાય, તેમ અમિતતેજ શ્રીવિજયની સામે આવ્યો અને તેને મોટા માનથી ઉચિત આસન પર બેસારી આગમનનું કારણ પૂછયું. શ્રી વિજયની પ્રેરણાથી તે બન્ને વિદ્યાધરીએ સુતારાના હરણને વૃત્તાંત કહી બતાવ્યું. તે સાંભળી અકીર્તિના કુમારે ભ્રકુટીથી લલાટને
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International