________________
સગ ૧ લે] દાસીપુત્ર કપિલને સત્યભામા સાથે થયેલા વિવાહ
[૨૦૯ નામે એક બ્રાહ્મણ રહેતે હતે, તે સત્યની પાઠશાળામાં પ્રતિદિન જઈને કપિલ પ્રશ્ન કરનાર વિદ્યાથીઓના અને બીજા વિદ્વાનોના સંશયને છેદતે હતે. તે જોઈને વિસ્મય પામેલા સત્યકિએ પણ કૌતુકથી મંત્રની જેમ દુખે જાણી શકાય તેવા શાસ્ત્રોના રહસ્ય કપિલને પૂછયા. શ્રદ્ધાલુ શિખ્યોએ ઉપાધ્યાયની બુદ્ધિથી યેલ કપિલે તે સર્વ રહસ્ય સવિશેષપણે કહી આપ્યા. તે સાંભળી પ્રસન્ન થયેલા સત્યકિ ઉપાધ્યાયે યુવરાજને રાજાની જેમ તેને પિતાના કાર્યને ધુરંધર કર્યો. ઉવલ ગુણેનું મૂલ્ય કયાં ન થાય ત્યાર પછીથી હમેશાં કપિલ સર્વ શિષ્યને વ્યાખ્યાન આપવા લાગ્યા અને સત્યકિ પિતાના પુત્રની જેમ તેનાથી નિશ્ચિતપણે રહેવા લાગ્યા. કપિલે પણ પ્તિાની જેમ સત્યદિની અતિ ભક્તિ કરવા માંડી, “તેથી આને માટે હું શું કરૂ?” તેમ સત્યકિ પ્રસન્ન મનથી વિચારવા લાગ્યા.
એક વખતે સત્યદિની જંબુકા નામની પત્નીએ આ પ્રમાણે કહ્યું-“હે ભટ! જે કે તમે સાવધાન છે, તથાપિ હું તમને સ્મરણ આપું છું કે દેવકન્યાની જેવી નિસીમ રૂપલાવયથી શેભતી, નમ્ર લાલુ, ક્ષમા, મૃદુતા અને સરળતાથી દીપતી સત્યભામા નામે મારા ઉદરથી થયેલી કન્યા યૌવનવયને પ્રાપ્ત થઈ છે, તથાપિ તેને ચગ્ય વર તમે કેમ શોધતા નથી? જેને ઘેર કન્યા, કરજ, વિર અને વ્યાધિ વૃદ્ધિ પામતાં હોય તેને શી રીતે નિદ્રા આવે છે અને તમે તે નિશ્ચિત થઈને સુવે છે તે કેવી વાત?” સત્યકિ બોલ્યો-“પ્રિયા! તમે કહ્યું તે સત્ય છે. આટલા વખત સુધી મને સત્યભામાને લાયક વર મળ્યું નથી, પણ આ કપિલ કે જે રૂપસંપન્ન, ગુણીજનમાં મુખ્ય, યુવાન, વિનીત અને ઉત્તમ હિજજાતિ છે તે સત્યભામાને ઉચિત વર છે.” જે ખૂકાએ તે વાત સ્વીકારી. પછી સત્યકિએ શુભલગ્નમાં સત્યભામા અને કપિલને વિધિપૂર્વક વિવાહ કર્યો. કપિલ બ્રાંતિ રહિત સત્યભામા સાથે પ્રતિદિન ભેગ ભેગવવા લાગે અને સત્યકિની જેમ આખા નગરમાં પુરજનેથી પૂજાવા લાગ્યું. “આ કપિલ (જમાઈ હેવાથી) સત્યકિને પણ પૂજ્ય છે” એવું ધારીને સર્વજને પ્રત્યેક પર્વદિવસે ધન ધાન્યાદિ તેને આપવા લાગ્યા. વર્તમાન કાળે દ્વિજાતિમાં ઉત્તમ થઈ પડેલે એ કપિલ એવી રીતે વત્તવાથી ગુણાની જેમ ધનથી પણ વૃદ્ધ થઈ પડે.
એક વખતે વર્ષાઋતુમાં રાત્રિને વિષે તે કપિલ કઈ સ્થાનકે નાટક જેવાને ગયે. ત્યાં ઘણે કાળ રેકો. પછી ત્યાંથી ઘરે આવતાં અદ્ધ માર્ગમાં સેયથી ભેદાય તે ગાઢ અંધકાર કરતે અતિ વર્ષાદ આવવા લાગ્યા. તે સમયે માર્ગમાં કોઈ માણસ હતું નહીં, તેથી તેણે વસ્ત્ર ન પલળે તેટલા માટે નગ્ન થઈ પિતાનાં વસ્ત્રો કાખમાં લઈ ગૃહના દ્વાર પાસે આવીને પાછાં પહેર્યા. “વૃષ્ટિથી મારા સ્વામીનાં વો ભીંજાઈ ગયાં હશે એવું ધારી સત્યભામાં બીજા વસ્ત્રો લઈને દ્વારપાસે સામી આવી–મુગ્ધા! વિદ્યાના પ્રભાવથી મારાં વસ્ત્રો ભીંજાઈ ગયાં નથી, માટે બીજા વસ્ત્રો લાવવાની કોઈ જરૂર નથી.” આ પ્રમાણે કપિલે પિતાની પ્રિયાને B : 27
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org