________________
| શ્રીમતિ નમઃ | श्री त्रिषष्टि शलाका पुरुष चरित्र
= ૫૧
૫
મુ..
|
||
3ી
શ્રી શાંતિનાથ ચરિત્ર.
સર્ગ ૧ લે.
DOOT સર્વ જગતના પાપની શાંતિ કરનાર એવા સોળમા તીર્થંકર અને પાંચમા ચક્રવતી શ્રી શાંતિનાથ ભગવંતને નમસ્કાર થાઓ. મોહરૂપી અંધકારને નાશ કરવામાં સૂર્યરૂપ એવું તે ભગવંતનું અતિ પવિત્ર ચરિત્ર હું કહીશ.
ચંદ્રની પેઠે મંડલાકારધારી આ જંબુદ્વીપનો સાતમો અંશ આ ભરતક્ષેત્ર છે. તેના દક્ષિણાર્ધમાં મધ્યખંડના આભૂષણરૂપ દેવનગર જેવું રત્નપુર નામે નગર છે. તે નગરમાં કમળના જેવા લેશનવાળો શ્રીષેણ નામે એક રાજા હતો, જે લક્ષમીદેવીને વિકફવર કમળની જેમ નિવાસરૂપ હતો. તે રાજા જયેષ્ઠ બંધુની જેમ હમેશાં ધમને બહુમાન આપતે અને લઘુ બંધુની જેમ અર્થ અને કામને નિબંધપણે પાળતું હતું, ધમકમમાં તત્પર એવે તે રાજા નિરંતર અથી લેકની પ્રાર્થના પૂરત હતું, પણ કામાતુર ીઓની પ્રાર્થના પૂરતા નહોતા. તેવા તે રાજાનું રૂપ સર્વ ઉપમાઓથી એવું વિલક્ષણ હતું કે જે ચિત્રકારોના ચિત્રવિષયમાં આવી શકતું નહીં. તે પિતાનું દંડપ્રધાન સામ્રાજ્ય પાળતું હતું છતાં સર્વ વાંછિત પૂરનાર દેવતાની જેમ દયાને આરાધતે હતે.
વાણીથી હદયને આનંદ આપનારી અને નેત્રરૂપ કુમુદને ચંદ્રિકા જેવી અભિનંદિતા નામે તેને શુદ્ધ શીલવાળી એક રાણી હતી. તે કદિ મનવડે પણ પિતાના શીળનું ખંડન કરતી નહીં, તેથી પિતાના આત્માને શોભાવતી હતી, પરંતુ બાદામંડન તે તેના મનને નિસાર લાગતાં હતાં. પિતાના શરીર ઉપર આરે પણ કરેલાં આભૂષણેને તેણે દીપાવ્યાં હતાં, તેથી
૧ ભૂમિના પ્રમાણમાં સાતમે અંશ નહીં પણ સાત ક્ષેત્રમાંનું એક ક્ષેત્ર હોવાથી સાતમે એ સમજાવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org