SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ ] મિત્ર શોધમાં દુઃખીપણે મહેન્દ્રસિંહે નિર્ગમન કરેલ વર્ષ [ પ ૪ થું વાર દિશાઓ જોવા માંડી. તે વખતે વસંતઋતુ હોવાથી અશોકમાં શોક ધરતો, બકુલમાં આકુલવ્યાકુલ થતો, આમ્રવૃક્ષને નહીં સહન કરતે, મલ્લિકામાં દુર્બળ થતે, કર્ણિકારને તિરસ્કાર કરતો, ગુલાબમાં લાલચેળ થતે, સિંદુવારથી દૂર રહેત, ચંબેલીથી કંપાયમાન થતું, દુર્જનની જેમ મલયાનિલથી વિમુખ રહેતે, કેકિલાના પંચમ સ્વરના ઉચ્ચારમાં કાન ફેડે છે એમ માનતે અને ચંદ્રનાં કિરણોથી પણ તાપને શાંત નહીં કરતે મહેંદ્રસિંહ, દરિદ્રીના પુત્રની જેમ એકાકીપણે મહા દુઃખમાં વસંત સમયને નિર્ગમન કરતો હવે, જાણે અગ્નિના ખેટાવર પાથરેલા હોય તેમ ચરણકમળને બાળતી એવી સૂર્યકિરણેથી તપેલી રજવડે પગે શું જાતા, તરતમાં જ બુઝાઈ ગયેલા દાવાનળની ભસ્મ વડે દુરસંચર એવા માર્ગમાં જાણે અગ્નિસ્તંભને રચતો હોય તેમ ચરણના તાપને નહીં જાણતા, અગ્નિની જવાલા હોય તેવા ઉષ્ણુ વાયુથી શરીરને લાગતા તાપને ગિરિમાં ફરનારા હાથીની જેમ નહીં ગણકારતા અને રેગી જેમ કવાથ પીએ તેમ સરિતાના કાદવવાળા અને ઉષ્ણ પાણીનું પાન કરતા તે મહેંદ્રસિંહે એકાકીપણે ભમી ભમીને ગ્રીષ્મ ઋતુને નિર્ગમન કરી. જેના મુખમાં વિદ્યુત છે એવા રાક્ષસની જેમ વિશ્વને વિભ કરનારા મેઘથી હૃદયમાં ક્ષેભ નહીં પામતા, તીક્ષણ બાણની જેમ અખંડ ધારાવડે વીંધાઈ જતાં પણ સદ્ધબદ્ધ થયેલા સુભટની જેમ જરા પણ નહિ મુંઝાતા, સ્થાને સ્થાને વેગથી વૃક્ષને ઉમૂલન કરનારી વનની દુસ્તર નદીઓને રાજહંસની પેઠે અનાયાસે ઉતરી જતા અને વરાહની જેમ કાદવવાળા માર્ગને લીલામાત્રમાં ઉલ્લંઘન કરતા એ મહેદ્રસિંહે મિત્રની શોધમાં વર્ષા ઋતુ પણ ઉલ્લંઘન કરી. ત્યાર પછી મસ્તક પર ચિત્રાનક્ષત્રને ઘેર તાપ અને પગમાં તપેલી રેતીને સહન કરવાથી અગ્નિના સરાવસંપુટની અંદર જાણે વસેલ હોય તે અનુભવ કરતા, સ્વચ્છ જલમાં કમલેમાં અને હંસાદિક પક્ષીઓમાં અવિશ્રાંત હૃદયે “રે મિત્ર! તું કયાં છે?” એવી રીતે પિકારતા, મદગંધી સપ્તવર્ણની વાસથી ક્રોધ પામી દોડતા હાથીઓની વચમાં વનાંતરે આવેલા હાથીની જેમ ચાલતા અને મિત્રની પેઠે કમલના સુગંધી પવને પ્રેરેલા તે મહેંદ્રસિંહે શરદઋતુના મેઘની જેમ ભમી ભમીને શરદઋતુને ઉલ્લંઘન કરી. ત્યારપછી જાણે હિમાલયને બંધુ હોય તેવા ઉત્તરદિશાના પવનને સરોવર અને નદીઓના હિમરૂપ થયેલા જળમાં દાવાનળથી પણ અદાા છતાં જલમાં દહન થતી એવી પદ્મ, કલ્હાર, કૈરવ અને ઉ૫લની પંક્તિઓમાં અને શિતથી પીડિત હોવાથી દાવાનલની પણ ઈચ્છા કરતા કિરાત લેકમાં દઢ નિશ્ચયથી ફરતા એવા તેણે હેમંતઋતુ પણ નિગમન કરી. ત્યારપછી વૃક્ષના શીર્ણ થઈ પડી ગયેલા જાનુ સુધી જીણું પત્રમાં ગુપ્ત રીતે રહેલા સર્ષ અને વીંછીઓની ઉપર નિઃશંકતાથી ચરણન્યાસ કરતા અને કર્ણના મર્મને વધતા હોય તેવા દુશવ મર્મર શબ્દવડે જાગ્રત થઈ ઉંચા કાન કરી રહેલા કેસરીસિંહોના નાદથી પણ નહીં કંપતા એવા તેણે નવીન પલ્લવના સ્વાદમાત્રથી ઉદરને ભરતા છતા શિશિરઋતુને મિત્રની પીડાવડે અતિ ઠંડા થઈ જઈને નિર્ગમન કરી. એવી રીતે સનકુમારની શોધને માટે અટવિમાં ફરતાં મહેન્દ્રસિંહને એક વર્ષ ચાલ્યું ગયું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy