SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ ૫ મે ] પુરૂષસિંહની માતાને અગ્નિપ્રવેશ નિર્ણય [ ૧૭૧ બે-“હે દેવ! આપની આવી દારૂણ દશા સાંભળી પૂરા વેગથી તમને જેવાને માટે ચાલ્યા અને હસ્તી જેમ વિંધ્યાચળનું સ્મરણ કરતે ઉતાવળો ચાલે તેમ તમારું સ્મરણ કરતા તેઓ ભક્તિવડે ભેજન અને જળ છોડી દઈને માત્ર બે દિવસમાં અહીં આવ્યા છે.” આ પ્રમાણે સાંભળી દ્વિગુણ દુઃખ પામી રાજે બોલ્યા-વત્સ! ફલ્લા પર ફોલ્લાની જેમ તમે આ બીજે અનર્થ કેમ કર્યો? માટે સત્વર પરિવાર સહિત ભજનને અવસર સાચ. સર્વ અર્થને સાધનારી કાયા ભેજનવડે જ ચાલે છે.” પિતાની વારંવાર આવી આગ્રહયુક્ત આજ્ઞા થવાથી મદવાળા દંતીની જેમ તેણે દુઃખ સહિત કાંઈક ભેજન કર્યું, પરંતુ શ્રીખંડ પણ લીધા વગર અને બીજાં વસ્ત્ર પહેર્યા વગર દુઃખવડે તપ્ત સ્થળમાં રહેલા નકુલ (નળીઆ)ના જેવી સ્થિતિ ભેગવતાં માત્ર ભજન કરીને જ દીન થઈ ગયેલા સવ પરિવારને સાથે લઈ પોતાના વાસગૃહમાંથી પગે ચાલી પિતાના વાસગૃહ પાસે આવ્યા. જ્યારે તેમાં પ્રવેશ કરતા હતા, તેવામાં માતાના દ્વારપાળોએ આગળ આવી રૂદન કરતાં કરતાં કરૂણુસ્વરથી વિજ્ઞપ્તિ કરી કે “હે કુમાર ! રક્ષણ કરે, રક્ષણ કરે, હજી મહારાજા જીવતાં છતાં દેવી નઠારા વ્યવસાય કરે છે.” તે સાંભળી વાસુદેવ સંભ્રમ પામી માતૃગૃહમાં આવ્યા. ત્યાં માતાને નીચે પ્રમાણે વચને બોલતાં જોયા. “પતિના પ્રસાદથી મોટા રત્નરાશિ, અનંત સુવર્ણ, રૂપાના સંચય, મોતી, હીરા, જાતિવાન રત્નથી જડિત એવા હજારો પિશાક અને તે સિવાય જે સર્વ ખજાને મેળવેલ છે. તે સર્વ ક્ષેત્રમાં અર્પણ કરે; કારણકે મહા માર્ગે પ્રયાણ કરનારને એ મુખ્ય પાથેય છે. પતિના મરણ પામ્યા પછી હું જરાવાર પણ વૈધવ્યને સહન કરી શકું તેમ નથી, તેથી હું તેમની આગળ જવા ઈચ્છું છું માટે હે સેવકો !તમે સત્વર અગ્નિ સજજ કરે” આ પ્રમાણે મહા દુઃખ ઉત્પન્ન કરનારા શબ્દો માતા બોલતા હતાતેની પાસે જઈને વાસુદેવે ગગત્ સ્વરે કહ્યું-“અરે! માતા ! માતા! શું તમે પણ આ મંદ ભાગ્યવાળા પુત્રને છેડી દેશો? આહા! મારું ભાગ્ય કેવું વિપરીત કે માતાએ પણ આમ કરવા માંડયું?” અમ્મામાતા બેલ્યા- “અરે પુત્ર! તારા પિતાના રોગની મેં બરાબર પરીક્ષા કરી છે. તે રંગ અવશ્ય તારા પિતાના પ્રાણ લેવાને આવ્યું છે, અને “વિધવા” એવા અક્ષરને સાંભળવાને હું ક્ષણવાર પણ સમર્થ નથી, તેથી તારા પિતાની પહેલાં કસુંબાના વસ્ત્ર ઓઢીને હું તે ચાલી જઈશ. વળી મહારાજા શિવરાજાની પત્ની થઈને તથા તારા જેવા પાંચમાં વાસુદેવરૂપ પુત્રને જન્મ આપીને મારો જન્મ કૃતાર્થ થયેલ છે. તેમજ જ્યારે પતિનું મૃત્યુ થશે, ત્યારે મારા પ્રાણ પિતાની મેળે ચાલ્યા જશે, તે હું તેમ ન થવા દેતાં અગાઉથી જ અગ્નિમાં પ્રવેશ કરીને તેને ત્યાગ કર્યું, જેથી મારા સત્વની હીનતા ન કહેવાય. માટે હે વત્સ! ક્ષત્રિય જાતિના કુળાચારને આચરણ કરતી એવી મને આ કાર્યમાં વાત્સલ્યપણાથી પણ તું અંતરાય કરીશ નહીં. હે પુત્ર! મારી આશીષથી સુદર્શન બંધુની સાગે તું આનંદ પામીશ. હું હવે અગ્નિમાર્ગે પતિની આગળ જઈશ, માટે હું તને એક છેલ્લી પ્રાર્થના કરું છું કે આ વિધિમાં નિષેધ કરે તેવું તારે કાંઈ પણ કહેવું નહીં.” આ પ્રમાણે કહી સ્વામીના મૃત્યુખબર સાંભળવાને કાયર એવા અંમાદેવી પરલેકરૂપ નગરના દ્વારરૂપ અગ્નિમાં પ્રવેશ કરવાને ત્યાંથી ગયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy