________________
૧૬૦ ] અનંતનાથ પ્રભુની દેશના
[[ પર્વ ૪ થું બેસીને પ્રભુએ દેશના આપી અને યશ વિગેરે પચાસ ગણધર સ્થાપ્યા. તેમના તીર્થમાં ત્રણ મુખવાળ, મગરના વાહનવાળ, રાતાવર્ણને, ત્રણ દક્ષિણ ભુજાઓમાં પ%, ખગે અને પાશ અને ત્રણ વામ ભુજાઓમાં નકુળ, ફલક અને અક્ષસૂત્ર ધરનારે પાતાળ નામે યક્ષ તથા ગૌરવર્ણવાળી, પદ્મપર બેસનારી, બે દક્ષિણ ભુજામાં ખડ્રગ અને પાશ અને બે વામ ભુજામાં ફલક અને અંકુશ ધરનારી અંકુશા નામે દેવી-એ બંને શાસનદેવતા થયા. એ બંને દેવતાઓ જેમની પાસે રહીને નિરંતર ઉપાસના કરે છે એવા અને મોક્ષની અગ્રભૂમિમાં જનારા પ્રભુ પૃથ્વી પર વિહાર કરતાં કરતાં દ્વારકાપુરીમાં આવ્યા. શકેદ્રાદિક દેવતાઓએ છસો ધનુષ્ય ઉંચા ચૈત્યવૃક્ષવડે શેભિત સમવસરણ રચ્યું. તેમાં પૂર્વ દ્વારથી પ્રવેશ કરી અનંત પ્રભુએ ચૈત્યવૃક્ષને ત્રણ પ્રદક્ષિણા કરી, અને તીર્થને નમસ્કાર કરી પૂર્વાભિમુખ સિંહાસન ઉપર બેઠા. પછી સર્વ સંઘ પિતાની એગ્ય સ્થિતિ પ્રમાણે બેઠે. વ્યંતર દેવતાઓએ પ્રભુનાં ત્રણ પ્રતિબિંબ ત્રણ દિશાએમાં રત્નમય સિંહાસન ઉપર વિકુવ્ય.
ઉધાનના રક્ષકપુરૂષોએ ચૌદમાં તીર્થકર શ્રી અનંતનાઘ પ્રભુ સમવસર્યાના ખબર પુરૂ પિત્તમ વાસુદેવને નિવેદન કર્યા. તેમને સાડાબાર કોટી સોનૈયા આપી વાસુદેવ બળભદ્રને સાથે લઈ સમવસરણમાં આવ્યા. ત્યાં પ્રદક્ષિણ પૂર્વક પ્રભુને પ્રણામ કરી અગ્રજ બંધુ સહિત ઈંદ્રની પછવાડે બેઠા. પછી ઇદ્ર, વાસુદેવ અને બલભદ્દે ઉભા થઈ ફરીવાર નમસ્કાર કરી ભક્તિવડે ગદ્ગદ્ વાણીથી ભગવંતની સ્તુતિ કરવાને આરંભ કર્યો.
હે પ્રભુ! જ્યાં સુધી તમે અધીશ્વર થયા નથી, ત્યાં સુધી જ પ્રાણીઓના મનરૂપી ધનને “વિષયરૂપ તસ્કરો ચોરી શકે છે. જોકેની દષ્ટિને અંધ કરનારું અને વિસ્તાર પામતું કે પરૂપ
અંધારું તમારા દર્શનરૂપ અમૃતાંજનથી દૂર નાસી જાય છે. જ્યાં સુધી અજ્ઞ પ્રાણીઓ તમારા વચનરૂપ મંત્રને સાંભળતા નથી ત્યાં સુધી જ તેમને માનરૂપી ભૂત વળગ્યા કરે છે. “તમારા પ્રસાદથી માયારૂપ બેડીને તેડી સરલતારૂપ વાહનમાં બેસનારા પ્રાણીઓને મુક્તિ “કાંઈ પણ દૂર નથી. જેમ જેમ પ્રાણીઓ નિસ્પૃહતાથી તમારી ઉપાસના કરે છે, તેમ તેમ તમે તેમને ઉત્કૃષ્ટ ફળ આપે છે એ મોટું આશ્ચર્ય છે. આ સંસારરૂપી સરિતાના રાગ અને દ્વેષ એ બે પ્રવાહ છે, તેની મદયમાં દ્વીપની જેવા મધ્યસ્થપણામાં તમારા શાસનથી રહેવાય છે. મોક્ષદ્વારમાં પ્રવેશ કરવાને ઉત્સુક મનવાળા પ્રાણીઓને મેહરૂપી અંધકારમાં તમે “જે દીપકપણું ધારણ કરે છે તેવું બીજે કઈ ધારણ કરતો નથી, માટે હે પરમેશ્વર!
અમારા ઉપર પ્રસન્ન થાઓ કે જેથી અમે વિષય-કષાય રાગ-દ્વેષ અને મહાદિકથી અજીત થઈએ.”
આ પ્રમાણે સ્તુતિ કરીને ઇદ્ર, વાસુદેવ અને બલભદ્ર જ્યારે વિરામ પામ્યાં ત્યારે અનંતનાથ પ્રભુએ દેશના આપવી શરૂ કરી.
અહે ભવ્ય જી! તત્વને નહિ જાણનારા પ્રાણીઓ, માર્ગથી અજાણ્યા વટેમાર્ગુની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org