________________
સગ૪ થા
ચેાથા વાસુદેવની ઉત્પત્તિ
| ૧૫૫
મધુના ભારને નહી' સહન કરતી પૃથ્વી ઘાસથી પૂરાયેલા ખાડાની જેમ નમતી હતી. પૂ રાજાએની શસ્ત્રાશસ્ત્રી યુદ્ધની કથા સાંભળી, પેાતાને સમેાવિયે યુદ્ધ કરનાર નહીં મળવાથી પેાતાની ભુજાના પરાક્રમને માટે તે ચેક કરતા હતા. પછી ત્રણ ખ'ડરૂપ અભરતક્ષેત્રને એક ગામડા માફક જીતી લઈને અનલ્પ પરાક્રમવાળા તેણે પેાતાનું નામ ચંદ્રની અંદર લખ્યુ, અર્થાત્ પેાતાના નામની કીર્તિ ચદ્રમંડળ સુધી પહાંચાડી. ચક્રથી શત્રુએના ચક્ર (સમૂહ)ને દુખાવનાર ઇંદ્રના જેવા પરાક્રમી અને મનુષ્યમાં સૂર્ય સમાન એ મધુ ચેાથે પ્રતિવાસુદેવ થયા. તે મધુરાજાને ઉત્કટ ભુજારૂપી શિખરવડે ઉગ્ર શત્રુએને ફૂટનાર અને શત્રુએની લક્ષ્મીની ભૂંગળને તાડનાર ફૈટલ નામે એક ભાઈ હતા.
હવે તે સમયમાં દ્વારકાનગરીમાં ગુણવડે ચંદ્ર જેવા સામ નામે એક રાજા હતા. તેને મનેાહરદના સુદના અને ચંદ્ર સમાન મુખવાળી સીતા નામે બે પત્નીએ હતી. હવે મહાબળ રાજાને જીવ જે સહસ્રાર દેવલાકમાં દેવતા થયા હતા તે ત્યાંથી ચ્યવીને સુદના દેવીના ઉદરમાં અવતર્યાં; તે વખતે દેવી સુદર્શનાએ રાત્રીના શેષ ભાગે ખળભદ્રના જન્મને સૂચવનારાં ચાર મહા સ્વપ્ન જોયાં. અનુક્રમે નવ માસ અને સાડા સાત દિવસે જતાં સુદના દેવીએ ચદ્ર સમાન કાંતિવાળા એક પુત્રને જન્મ આપ્યું. એની વધામણી સાંભળીને મેટા ઉત્સવવડે યાચકેાના વને કૃતાર્થ કરતા સેામરાજાએ તેનુ' સુપ્રભ એવું નામ પાડયું. જે સમુદ્રદત્તને જીવ હતા તે પણ આયુષ્ય પૂર્ણ થતાં કાળધમે સહસ્રાર દેવલે કમાંથી ચ્યવી સીતા રાણીની કુક્ષિમાં અવતર્યાં. તે વખતે સુખે સુતેલી સીતાદેવીએ રાત્રીના શેષ ભાગે વાસુદેવના જન્મને સૂચવનારાં સાત સ્વપ્ના મુખમાં પેસતાં જોયાં. પૂર્ણ સમય થતાં નીલમના જેવી કાંતિવાળા અને સ લક્ષણયુક્ત પુત્રને તેણીએ જન્મ આપ્યા. તેમના પિતા સેામરાજાએ શુભ દિવસે એ ચેાથા વાસુદેવનુ પુરૂષાત્તમ એવુ' ચથા નામ પાડ્યુ.
નીલા અને પીળા વસ્ત્રને ધરતા અને ભુજામાં તાડ અને ધનુષ્યને રાખતા તે બંને ભાઇ જાણે જોડલે થયા હાય તેમ પ્રીતિથી સાથે સાથેજ ફરતા હતા. આચાર્યને તે ફક્ત નિમિત્ત માત્ર કરી તેમણે સર્વ કળાએ સંપાદન કરી. તેવા મહાત્માઓના એવા પૂર્વ જન્મના પુણ્યના પ્રભાવજ હાય છે. મેટા સુભટે પણ તેમના ક્રીડામાં કરેલેા આઘાત સહન કરી શકતા નહી', કારણકે હાથી માત્ર સ્પર્શી કરતાં કરતાં અને સર્પ સુંઘતાં સુધતા હણી નાખે છે. બળવર્ડ પવન જેવા તે અન્ને ભાઈ એ અનુક્રમે દેહલક્ષ્મીનુ' જાણે લીલાવન હેાય તેવુ અંગને શેભાવનાર યૌવનવય પામ્યા. દેવતાઓએ એ બન્ને નરરત્નામાં મેાટા ભાઈ (મલભદ્ર )ને હળ વિગેરે અને નાના ભાઈ ( વાસુદેવ )ને ધનુષ્ય વિગેરે વિજ્રયાયુધ અશુ કર્યાં.
શા
કલહ કરાવવામાં કૌતુકવાળા નારદજી મહા બળવાન્• એવા તે ખલભદ્ર અને વાસુદેવને જોઇને પ્રતિવાસુદેવ મધુને મંદિરે આવ્યા. કાય ને જાણનાર મધુએ નારદને અર્ધ્ય આપી પ્રણામ કરીને કહ્યું–“ હું મહા મુનિ! આપને સ્વાગત છે? સદ્ભાગ્યના યાગથી આજે તમે અમારા
Jain Education International
* For Private & Personal Use Only
www.jainelibrary.org