SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ ૪ ] ચૌદમા અહંતનો જન્મ [૧૫૧ ગુરૂના ચરણમાં જઈ દીક્ષા ગ્રહણ કરી, પછી અહીંતની ભક્તિ વિગેરે સ્થાનેના આરાધનવડે તીર્થંકરનામકર્મ બાંધી, મૃત્યુ પામી પ્રાણુત દેવલેકમાં પુત્તર વિમાને દેવતા થયા. આ જંબુદ્વીપમાં દક્ષિણ ભરતાદ્ધને વિષે ઈવાકુવંશરૂપ પર્વતની ભૂમિમાં અધ્યા નામે ઉત્તમ નગરી છે. આસપાસ રહેલી નિર્મળ સ્વચ્છ જળવાળી ખાઈન મંડલથી રતિ વખતે જેની કેશવેણી છુટી ગઈ હોય તેવી રમણીના જેવી તે નગરી શોભતી હતી. તેમાં સારા નિષ્કમ અને પ્રવેશવાળા, ઉત્તમ સંધિવાળા, અર્થવાળા અને સારી ભૂમિકાવાળા શ્રીમંતેનાં મંદિર નાટકની પેઠે દીપતાં હતાં. તે ગૃહની ઉપરની ભૂમિ ઉપર આવેલી સેનાની જાળીઓ, જાણે પ્રત્યેક ગૃહલક્ષ્મીના મુગટ હોય તેવી પ્રકાશતી હતી. તેમાં રહેલાં દેરાસરમાં અહત પ્રભુની પૂજાનાં પુપના ગંધને વહન કરનારે પવન, અમૃતના પાનની જેમ લેકોના તાપને હરી લેતે હતે. તે અયોધ્યા નગરીમાં અતિશય પરાક્રમવડે સિંહ જેવો અને નરસિંહમાં અગ્રેસર સિંહસેન નામે રાજા રાજ્ય કરતે હતે. પિતાનું કલ્યાણ કરવાની ઈચ્છાથી જેમ ઈષ્ટ દેવની સમીપે ધરે તેમ ઘણા રાજાએ ભક્તિવડે તેને ઉત્તમ ભેટણ આપતાં હતાં કિરણેથી ચંદ્રની જેમ ગુણીજનોમાં અગ્રણી એ રાજા પિતાના ઉજવળ ગુણેથી સર્વ જગને પ્રસન્ન કરતો હતે. ચોગ્યતામાં વિચક્ષણ એવો એ રાજા, સેવા કરવાને આવતા રાજપુત્રોની જેમ ધર્મ, અર્થ અને કામને સૌ સૌની ગ્યતા પ્રમાણે ધારણ કરતા હતા. તેને ધર્મની નિવાસમિ અને શીળ તથા યશવડે શોભતી સુયશા નામે એક રાણી હતી. ત્રણ જગતને પવિત્ર કરનાર ગંગાની જેમ માતાના, પિતાના અને શ્વસુરના કુળને એ પવિત્ર કરતી હતી. તેના મુખનો પ્રતિનિધિ ચંદ્ર હતા, કમળ તેના નેત્રોનો અનુજ બંધુ હતું, શંખ તેના કંઠનું ચિત્ર હતું, કમળનાળ તેની બે ભુજાઓનો મિત્ર હતા, કળશ તેના સ્તનને કુટુંબી હતા, વિદર તેની નાભિનો પુત્ર હતું, તેના નિતંબનું પ્રતિબિંબ નદીના કાંઠાની ભૂમિ હતું, કાળી તેના ઉરૂની નાની બહેન હતી, અને કમળ તેના ચરણનું અનુચર હતું. સર્વ અંગે માં રમણિક એ સુંદરીનું શું શું અતિશય રમ્ય નહતું? આ તરફ પ્રાકૃત દેવલોકમાં પદ્યરથ રાજાના જીવે સુખમગ્ન થઈ પિતાનું ઉત્કૃષ્ટ સ્થિતિવાળું સર્વ આયુષ્ય નિર્ગમન કર્યું. ત્યાંથી શ્રાવણ માસની કૃષ્ણ સપ્તમીએ ચંદ્ર રેવતી નક્ષત્રમાં આવતાં ચ્યવીને તે સુયશા રાણીના ઉદરમાં અવતર્યા. તે વખતે સુખે સૂતેલા દેવીએ રાત્રીના અવશેષ કાળે અહંતજન્મને સૂચવનારાં હસ્તી વિગેરે ચૌદ મહા સ્વપ્ન જોયાં. પછી અનુક્રમે વૈશાખ માસની કૃષ્ણ ત્રદશીને દિવસે પુષ્ય નક્ષત્રમાં સુયશા દેવીએ સીંચાણા (બાજ) પક્ષીના ચિન્હવાળા સુવર્ણવણ કુમારને જન્મ આપે. ઉર્વિલેકમાંથી, અલકમાંથી અને રૂચક દ્વીપથી ૭૧૫ન દિકુમારીઓએ આવી પ્રભુનું સૂતિકાકર્મ કર્યું. તરતજ સૌધર્મ કલ્પને ઇન્દ્ર ત્યાં આવ્યું અને પ્રભુને પ્રણામ કરી, હાથમાં લઈ આકાશમાર્ગે મેરૂપર્વતના મસ્તક પર ગયે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy