________________
૧૩૨]. પ્રતિવાસુદેવ ને વાસુદેવ વચ્ચે દારૂણ યુદ્ધ [ પર્વ ૪ થું માટે તરત મોકલાવે; કારણકે આ દક્ષિણ ભરતાદ્ધમાં જે કાંઈ ઉત્તમ વસ્તુ હોય તે ભરતાના અધિપતિ એવા મારેજ ભગ્ય છે, બીજાને નહીં.” આવાં દૂતનાં વચનથી કેશરીસિંહની જેમ કપ પામેલ દ્વિપૃષ્ણકુમાર જાણે નેત્રથી તેને હણવાને ઈચ્છતા હોય તેમ હાક મારીને બેલી ઉઠયે“અરે દૂત! તારો સ્વામી તારકરાજા કાંઈ અમારા વંશનો વડિલ નથી, તેમજ અમારો રક્ષક કે દાતા નથી તેથી પોતાનું રાજ્ય કરનારા એવા અમારે તે કેવી રીતે સ્વામી થઈ શકે ? જેવી રીતે ભુજાના પરાક્રમથી તે અમારી પાસેથી ઘોડા વિગેરે માગે છે, તેવી રીતે ભુજાના પરાક્રમથી અમે પણ તેની પાસેથી હાથી ઘોડા વિગેરે માગીએ છીએ, તેથી હે દૂત! તું ચાલે જા અને તારા સ્વામીના મસ્તકની સાથે હાથી ઘોડાવિગેરે લેવાને અમે હમણાજ ત્યાં આવીએ છીએ એમ જાણજે,” દ્વિપૃષ્ણકુમારની આવી ઉત્કટ અને કટુ વાણી સાંભળીને મનમાં અત્યંત રોષ પામેલા તે દૂતે તરત જઈને તારકરાજાને તે સર્વ નિવેદન કર્યું. મદવાળા હાથીના ગંધથી બીજા મદાંધી હાથીની જેમ દૂતની તે વાણી સાંભળીને ક્રોધ પામેલા તારકરાજાએ રણભેરી વગડાવી. ભેરીને નાદ સ્તંભળીને તત્કાળ સૈન્ય, સેનાપતિઓ, સામતે, મંત્રીઓ, મુગટધારી રાજાઓ, મહારથી સુભટો અને જેમના ભુજડ ઉપર વયની ખુજલી આવે છે એવા તથા લાંબે કાળ થયાં યુદ્ધ કરવાને ઉત્સુક થયેલા અને જાણે યમરાજના બંધુ હોય તેવા વીર પુરૂષ રાજાની પાસે આવીને એકઠા થયા. તે વખતે પૃવીકંપ, વિદ્યુતપાત અને કાગડાઓના કલકલાટ વિગેરેથી અશુભ પરિણામ સૂચવાતું હતું તોપણ તારક રાજાએ પ્રયાણ કર્યું. ક્રોધથી ધમધમી રહેલા પ્રતિવાસુદેવે અવિચ્છિન્ન પ્રયાથી તે દીર્ઘ માર્ગને પણ અર્ધો ભાગ ઉલ્લંઘન કરી દીધા.
- આ તરફ બ્રહ્મરાજા, વિજયકુમાર અને સૈન્યને સાથે લઈ યુદ્ધ કરવામાં ઉત્કંઠાવાળો દ્વિપૃષ્ણકુમાર કેશરીસિંહની જેમ તેની અગાઉથી જ સામે આવ્યો. અંગના ઉચ્છવાસથી જેઓનાં બખ્તરની જાળીઓ વારંવાર તુટી જાય છે એવા બને સૈન્યનું એવું પરસ્પર યુદ્ધ ચાલ્યું કે જેથી તે રણભૂમિ મૃત્યુને જમવાના રસેડાના ગૃહ જેવી જણાવા લાગી. બન્ને તરફ લાખ છત્રો અને મુકુટે પડ્યા કે જેથી પડેલા યોદ્ધાઓની પણ સંખ્યા થઈ શક્તી નહતી. છત્રોથી શ્વેત કમળવાળી અને રૂધિરરૂપ રક્ત જળવડે પૂરાયેલી રણભૂમિ યમરાજની જાણે ક્રિીડાવાપી હોય તેવી જણાવા લાગી. પછી દ્વિપૃષ્ણકુમારે વિજય રથ ઉપર બેસી, જેને ધ્વનિ યુદ્ધમાં વિજયને બેલાવવાના મંત્રતુલ્ય હતા એ પાંચજન્ય નામને શંખ વગાડો. સિંહનાદથી મૃગલાની જેમ અને મેઘનાદથી રાજહંસની જેમ તે પાંચજન્યના નાદથી તારકના સિનિકે ત્રાસ પામી ગયા. પિતાના સૈનિકોને ત્રાસ પામેલા જોઈને તારક રાજા તેમને લજજા પમાડી ભયથી નિવૃત્ત કરી પિતે રથ ઉપર ચઢીને દ્વિપૃષ્ણકુમારની સામે આવ્યું. તેને આવતે જોઈને હળના આયુધને ઘરનારા વિજયકુમારે પોતાનું હળ સજજ કર્યું અને ઈંદ્ર જેમ પિતાના
જુરહિત નામના ધનુષ્યને ચઢાવે તેમ દ્વિપૃષ્ટ શા ધનુષ્ય ચડાવ્યું. ત્યાર પછી તારકે પણ ધનુષ્ય ઉપર પણ ચડાવીને જાણે મૃત્યુની ઊભી કરેલી તજની આંગળી હોય તેવા એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org