SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ ] દ્વારકાપતિ બ્રહ્મ રાજાનું વર્ણન [ પ ૪ થું આ તરફ સૌરાષ્ટ્ર દેશનું મુખમ’ડન દ્વારકા નામે નગરી હતી, તેને સુંદર કિલ્લા પશ્ચિમ સમુદ્રના તરંગાથી નિર'તર ધેાવાતા હતા. તે નગરમાં સ` જગતના ઉલટા ક્રમનું નિવારણ કરનાર અને માટા પરાક્રમવાળે જાણે વાસુદેવની હરીફાઈ કરતા હોય તેવા બ્રહ્મ નામે રાજા હતા. લવણુસમુદ્રને જેમ ગંગા અને સિંધુ તેમ તેના અંતઃપુરમાં પ્રધાન એવી સુભદ્રા અને ઉમા નામે તેને એ રાણીએ હતી. કામદેવ જેમ રતિ અને પ્રીતિ સાથે વિષયસુખ ભાગવે તેમ તે બન્ને સ્ત્રીઓની સાથે બ્રહ્મરાજા ચિરકાળ વિષયસુખ ભાગવતેા હતેા. તેવામાં પવનવેગને જીવ અનુત્તર વિમાનથી ચ્યવી, મહાદેવી સુભદ્રાના ઉદરમાં અવતર્યાં. સુખે સુતેલા સુભદ્રા દેવીએ ખલદેવના જન્મને સૂચવનારાં ચાર મહાસ્વપ્ના જોયાં. સમય આવતાં કમળને જેમ ગંગા અને ચંદ્રને જેમ પૂર્વદિશા પ્રસવે તેમ સ્ફાટિકમણિના જેવા નિમાઁળ કુમારને તેમણે જન્મ આપ્યા. 'દિવાનેાને કારાગૃહમાંથી મુક્ત કરવા વિગેરે સુકૃત્યથી જગને પરમ હર્ષ આપતા એવા બ્રહ્મરાજાએ પુત્રનું વિજય એવું નામ પાડ્યું. જુદાં જુદાં કાય માટે નિમાયેલી પાંચ ધાત્રીમાતએએ લાલનપાલન કરેલેા એ કુમાર શરીરની શાભાની સાથે વચેાવૃદ્ધિને પામ્યા. કાનમાં સુવણુના ચપલ અક્રોટા, ક'માં નાભિસુધી લટકતા રત્નના હાર, કિટભાગમાં સુવર્ણની કટારી સાથે કનકની કંટમેખલા, પગમાં વાગતી રત્નની ઘુઘરમાળ અને મસ્તક ઉપર કાનશીઆને ધારણ કરતા એ કુમાર સને હ પમાડતા હતા. હવે પ્રાણત દેવલાકમાંથી ચ્યવીને પતરાજાના જીવ સરસી ( તલાવડી)માં હુંસની પેઠે ઉમાદેવીની કુક્ષિમાં અવતર્યાં. સુખે સુતેલા ઉમાદેવીએ વાસુદેવના જન્મને સૂચવનારાં સાત મહા સ્વપ્ના મુખમાં પ્રવેશ કરતાં જોયાં. અનુક્રમે નવ માસ અને સાડા સાત દિત્રસની ગભ`સ્થિતિ પૂર્ણ થતાં વર્ષાઋતુ જેમ પૂ મેઘને જન્મ આપે તેમ તેણે શ્યામવણુ વાળા કુમારને જન્મ આપ્ચા. કુમારના જન્મથી જાણે પરબ્રહ્મમાં નિમગ્ન થયા હોય તેવા બ્રહ્મરાજાએ હર્ષોંથી યાચકાને પ્રસન્ન કરવા પૂર્ણાંક પુત્રજન્મને માટે ઉત્સવ કર્યાં. શુભ એવા ગ્રહ, નક્ષત્ર, તિથિ અને વારમાં કુમારનું દ્વિધૃષ્ટ એવું યથાર્થ નામ પાડયું. તાપસેાની સ્ત્રીએ પેાતાના આંગણામાં ઉગેલા કે કેલિના વૃક્ષનુ જેમ લાલનપાલન કરે તેમ પાંચ ધાત્રીઓએ જુદાં જુદાં કાર્યાં વડે તેનું લાલનપાલન કરવા માંડયુ. સ્વેચ્છાથી ઉછળતા અને દોડતા એ ચપળ બાળકને પારાની જેમ તે ધાત્રીએ હાથથી પકડી શકતી નહીં. પિતા, માતા અને જ્યેષ્ઠ બંધુ જેમને હર્ષોં સાથે પેાતાના અંતરસ્નેહ બતાવતા હતા એવા ખીજા વાસુદેવ પ્રતિદિન વધવા લાગ્યા. જાણે છઠ્ઠી ધાત્રીમાતા હોય તેમ વિજયકુમાર તે કુમારને તેની ઉપરના અત્યંત સ્નેહથી કેડ ઉપર, હૃદય ઉપર, પૃષ્ઠ ભાગ ઉપર અને સ્કંધ ઉપર વારંવાર તેડતા હતા. દ્વિપૃષ્ટ કુમાર પણ સ્નેહરૂપી કામણથી ખંધાઈ ને વિજયકુમારને અનુસરીને જ ઉભા રહેતે, ચાંધતા, સુતા, બેસતા, જમતા અને પાણી પીત હતા, જ્યારે સમય આવ્યે ત્યારે પિતાના અલધ્ય શાસનથી તેઓએ ફક્ત વિદ્યાગુરૂને નિમિત્તરૂપ કરીને લીલામાત્રમાં સર્વ કળાએ ગ્રહણ કરી લીધી, જેમનુ` મધ્ય ( હૃદયના આશય) જાણુવામાં આવતું નથી એવા ઉજવળ અને શ્યામ વર્ણવાળા તે બન્ને સહેાદરા જાણે મૂર્તિમાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy