SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ ૧ લો] આકાશમાં વિદ્યાધરનું ભયંકર યુદ્ધ [ ૧૦૯ પડેલા પિતાના મસ્તકવડે નાભિ મુખવાળા ભૂત હોય તેમ કેટલાક જણાવા લાગ્યા, કોઈ વીર પુરૂના કાંધ દેવીના સ્વયંવરથી જાણે ઘણે હર્ષ પામ્યા હોય તેમ નૃત્ય કરવા લાગ્યા. કોઈના મસ્તકે છુટા પડી ગયા છતાં પણ જાણે કબંધ ઉપર ચડવાને આદરથી મંત્રો બોલતા હોય તેમ ટુર શબ્દો કરવા લાગ્યા. આ પ્રમાણે કલ્પાંત કાળની જેવો ભયંકર સંગ્રામ પ્રત્યે. તે વખતે ત્રિપૃષ્ટ વાસુદેવે પિતાને રથ અશ્વગ્રીવના રથની સામે હંકાર્યો. મહારથીઓમાં અગ્રણી એવા બલરામ પણ સ્નેહના ગુણથી આકર્ષાઈ પોતાના અનુજ ત્રિપૃષ્ણના રથની પાસે પોતાના રથના ઘોડા પ્રેરીને આવ્યા. તે વખતે અશ્વગ્રીવ અત્યંત ક્રોધથી રાતાં થયેલાં નેત્રો પ્રસારી તેમની સામે તે જેતે જાણે તે બંનેનું પાન કરી જવાને ઈરછતો હોય તેમ બેલ્યો-“અરે! તમારા બંનેમાં મારા ચંડસિંહ દૂત પર ધસારો કરનાર કેણ છે? અને પશ્ચિમ દિશાના અંતમાં રહેલા સિંહને ઘાત કરીને દુર્મદ થનારો કેણ છે? પોતાનાજ વધને માટે વિષકન્યા જેવી જવલનજટીની સ્વયંપ્રભા કન્યાને કેણુ પર છે? વાનર જેમ સૂર્ય સામી ફાળ મારે તેમ મારી ઉપર ફાળ મારનાર કેણ છે? કયો મૂઢ બુદ્ધિવાળો પુરૂષ અને સ્વામી તરીકે નથી માનતે? આટલીવાર સૈન્યનો ક્ષય થતાં પણ તમે શા માટે ઉપેક્ષા કરી? તમે બે કોના આશ્રયથી મારી સામે થયા છે ? અરે બાળકો ! આને પ્રત્યુત્તર આપે, અને પછી અનુક્રમે અથવા એક સાથે સિંહની સાથે હાથીના બાળકોની જેમ તમે મારી સાથે યુદ્ધ કરો.” આવાં અશ્વગ્રીવનાં વચન સાંભળી ત્રિપૃષ્ટ હસતાં હસતાં બોલ્ય-અરે ! દુષ્ટ ! તારા દૂતને ઘર્ષણ કરનાર, પશ્ચિમના સિંહને શિકાર કરનાર, સ્વયંપ્રભાને પરણનાર, તને સ્વામી તરીકે નહીં માનનાર અને આટલીવાર તારી ઉપેક્ષા કરનાર હું પોતે ત્રિપૃષ્ટ છું, અને આ બળથી બળવાન સૈન્યને નાશ કરનારા મારા જયેષ્ઠ ભ્રાતા બલરામ છે. ત્રણ લેકમાં પણ તેની સામે ટકી શકે તેવો કોઈ નથી, તે તું કે માત્ર છે? હે મહાબાહુ! જે તારે અભિમત હાય તે સૈન્યને ક્ષય કરવાની કોઈ જરૂર નથી. તું પોતે અસ્ત્ર ગ્રહણ કર, તું મારે રણભૂમિનો અતિથિ છે. આપણુ બનેનું ઠંદ્વયુદ્ધ થાઓ, ભુજાઓનું કૌતુક પૂર્ણ થાઓ, અને બને, સૈન્યના સુભટે માત્ર સભ્ય થઈને જોયા કરો.” આ પ્રમાણે અશ્વગ્રીવ અને ત્રિપૃષ્ટ બનેએ અંગીકાર કરીને પિતા પોતાના છડીદારો પાસે પિતાના સૈન્યને યુદ્ધ કરતા અટકાવ્યા. પછી એક હાથ મધ્યમાં રાખી અને બીજો હાથ કામઠાની અણી ઉપર રાખી અશ્વગ્રીવે યમરાજની ભ્રકુટી જેવા ભયંકર ધનુષ્યની ઉપર પણી ચડાવી. પછી રણલક્ષમીની ક્રીડાના સંગીતની જાણે વીણા હોય તેવી ધનુષ્યની પણ મયૂરગ્રીવના પુત્રે હાથવડે વગાડી. તરતજ ત્રિપૃષ્ટ વાસુદેવે નિશામસ્યની જેમ શત્રુઓના નાશને સૂચવનારા શાર્ગ નામના ધનુષ્યને પણ ચડાવી અને વજના નિર્દોષ જેવો ભયંકર, મૃત્યુને આવાહન કરવાના મંત્ર જેવો અને શત્રુઓના ભળને હરણ કરનાર ધનુષ્યને માટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy