SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ સગ ૧ લે ] ત્રિપૃષ્ટના સૈન્યને વિદ્યાધરાએ કરેલ માયાવી ઉપદ્રવ [ ૧૦૭ પાતપેાતાના સ્થાનકેાથી અહીં આવ્યા છે? ખરેખર, એક કન્યાને નિમિત્તે આ પ્રલયકાળ પ્રાપ્ત થયા છે, આ સમયમાં જે ત્રિપૃષ્ટ રાજા ાતે જય મેળવે તે અમારા પુરૂષાથ રહ્યો એમ સમજવાનુ છે, ’’ આ પ્રમાણે ચિ'તામાં નિમગ્ન અને બુદ્ધિ રહિત થયેલા તે સુભટા જ્યારે રણમાંથી પાછા વળવાને ઇચ્છવા લાગ્યા ત્યારે જ્વલનજટીએ આવી ત્રિપૃષ્ટને કહ્યું- આ સર્વ વિદ્યાધરાની કેવળ માયા છે, આમાં કાંઈ પણ સત્ય નથી, હું બરાબર જાણું છું; કારણુ કે સપના ધસારા સપજ જાણે, બીજો ન જાણે. એ મંદ બુદ્ધિવાળા વિદ્યાધરાએ આવી માયા બતાવીને પોતાની અશક્તિ બતાવી આપી છે; કારણ કે શક્તિવાન્ એવા કયા પુરૂષ આવી બાળકને ખવરાવવા જેવી ઈચ્છા કરે ? માટે હું મહાવીર ! બેઠા થા, રથ ઉપર આરૂઢ થા અને આ શત્રુઓને માનરૂપી ઉંચા પર્વત ઉપરથી હેઠા ઉતારા. કિરણેાથી ઉદ્યત થયેલા સૂની જેમ તમે જ્યારે રથારૂઢ થશેા, ત્યાર પછી કયા પુરૂષનુ તેજ વૃદ્ધિ પામશે ?” આ પ્રમાણે જવલનજટીએ કહ્યુ' એટલે મહારથીઓમાં અગ્રસર એવા ત્રિપૃષ્ટ વાસુદેવ સૈન્યને આશ્વાસન આપી મોટા રથ ઉપર આરૂઢ થયા. અને માટી ભુજાવાળા અચલ બલરામ પણુ સંગ્રામના રથ ઉપર બેઠા. કારણ કે ખીજી કેાઈ વખતે પણ પેાતાના લઘુમ ને એકલા મુકતા નહીં તે યુદ્ધ વખતે તેા તેને એકલા કેમજ મૂકે ? પછી સિંહા જેમ ગિરિના શિખરા ઉપર ચડે તેમ જવલનજટી વિગેરે વિદ્યાધરા પણ રથા ઉપર આરૂઢ થયા. તે વખતે વાસુદેવના પુણ્યથી આકર્ષાયેલા દેવતાઓએ આવીને ત્રિપૃષ્ટ વાસુદેવને શાગ નામે દિવ્ય ધનુષ્ય, કૌસુદકી નામે ગદા, પાંચજન્ય નામે શ"ખ, કૌસ્તુભ નામના મણિ, ન ક નામે ખડ્ગ અને વનમાળા નામે એક માળા અર્પણ કરી. તેમજ બલભદ્રને સવતંક નામે હળ, સૌન નામે મુશળ અને ચંદ્રિકા નામની ગદા આપી. તેઓને આ પ્રમાણેનાં દિવ્ય શસ્રો મળેલાં જોઈને હુ પામેલા સર્વે સુભટા જાણે યમરાજના પુત્રો હોય તેમ એકઠા થઈને પૂ પરાક્રમ બતાવતા અધિક યુદ્ધ કરવા લાગ્યા, પછી ત્રિપૃષ્ટ યુદ્ધરૂપી નાટકમાં નાંદીરૂપ અને શબ્દથી દિશાઓના મુખને પૂરનારા પાંચજન્ય નામનેા શંખરત્ન કો. સંવત્ત પુષ્કરાવત્ત નામના પ્રલય મેઘની ગજના જેવા તે શખના નાદથી અશ્વગ્રીવના સવ સૈનિકા ક્ષાભ પામી ગયા; તે વખતે કેટલાએકના હાથમાંથી વૃક્ષાનાં પત્રોની જેમ શસ્રો પડી ગયાં, કેટલાએક જાણે અપસ્માર વ્યાધિવાળા હોય તેમ પોતેજ પૃથ્વી ઉપર પડી ગયા, કાઈ શિયાળની જેમ ભીરૂ થઈ નાસી ગયા, કૈાઈ સસલાની જેમ નેત્ર આડા હાથ દઈ ને સંતાઈ ગયા; કાઈ ઘુવડ પક્ષીની જેમ ગુફામાં પેસી ગયા, અને કાઈ જળની બહાર મૂકેલા શ`ખલાની જેમ ખળભળવા લાગ્યા. સમુદ્રના શાષણની જેમ પૂર્વે કદિ નહી થયેલ પેાતાના સૈન્યના ભંગ સાંભળીને અશ્વગ્રીવે પાતાના સુભટાને કહ્યું–“ અરે! વિદ્યાધરા ! વૃષભના નાદથી જેમ વનમાં મૃગલા નાસી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy