________________
સગ ૧ લો ] તનું અધિગ્રીવ રાજાની પાસે આવી પહોંચવું
[૯૩ પ્રથમ કરતાં ચાર ગણું ભેટ તેને આપી. પછી રાજાએ નમ્રતાથી કહ્યું “તમે જાણે છે કે એક સામાન્ય ધનવાનું ગૃહસ્થના કુમાર પણ નવીન યૌવનમાં ઉન્મત્ત થઈ જાય છે તે મહારાજા અશ્વગ્રીવના પ્રસાદથી વૃદ્ધ પામેલી મારી સંપત્તિ વડે મારા કુમાર નહીં દમેલા વૃષભની જેમ વિશેષ ઉછુંખળ થાય તેમાં શું કહેવું ? હે માનને આપનારા મિત્ર! એ ઉન્મત્ત કુમારેએ તમારો ઘણે અપરાધ કર્યો છે, પણ તે તમારે નઠારા સ્વપ્નની જેમ ભૂલી જવો. મારા મનની વૃત્તિને જાણનારા હે મિત્ર! સગા ભાઈઓની જેમ આપણુ બેની જે પ્રીતિ છે તેને આવા કારણથી એકદમ છોડવી નહીં, હે અનઘ! આ મારા કુમારનું માઠું આચરણ તમારે અશ્વગ્રીવ રાજાને નિવેદન કરવું નહીં. ક્ષમાવાન પુરૂષની એજ ખરી કસોટી છે.”
આ પ્રમાણેના સામ વચનરૂપ અમૃતની વૃષ્ટિથી જેને કોપરૂપી અગ્નિ શાંત થયેલ છે એ ચંડવેગ નેહવડે કમળ વાણીથી બોલ્ય-“હે રાજન ! તમારી સાથે લાંબા વખતનો નેહ હોવાને લીધે મેં જરા પણ કેપ કર્યો નથી, આમાં શું ક્ષમા કરવી છે? તમારા જે કુમાર તે મારે મન કંઈ પારકા નથી. જ્યારે બાળક દુર્નય કરે ત્યારે તેને ઉપાલંભ દે એજ દંડ કહેલો છે, તેની ફરિયાદ કાંઈ લઈ જવાતી નથી, આવી લોકમાં પણ મર્યાદા છે. આ તમારા કુમારનું આવું આચરણ રાજા પાસે કહીશ નહીં, કારણ કે હાથીના મુખમાં ભક્ષ્યને ગ્રાસ આપી શકાય છે પણ તેને પાછો બહાર કાઢવો અશક્ય છે. હે રાજન ! તમે મારો વિશ્વાસ રાખજો અને હવે મને રજા આપો. મારા મનમાં કાંઈ પણ કલુષતા નથી.” આ પ્રમાણે કહેતા એ દૂતને બંધુની જેમ આલિંગન કરી અંજળિ જોડીને પ્રજાપતિ રાજાએ વિદાય કર્યો.
ચંડવેગ દૂત કેટલેક દિવસે અશ્વગ્રીવ રાજાની પાસે પહે, પણ તેના પરાભવની વાર્તા તે વધામણું આપનાર પુરૂષની જેમ પ્રથમથી જ રાજાની પાસે પહોંચી ગઈ હતી; કારણકે ત્રિપુષ્ટના ત્રાસથી ભાગી થયેલા ચંડવેગના પરિવારે પ્રથમથી જ આવીને એ બધી વાત રાજાની પાસે કહી હતી. વિશ્વનો ગ્રાસ કરવા ઉદ્યત થયેલો જાણે યમરાજ હોય તેમ ઉંચી ગ્રીવા કરી રહેલા અને રાતા લેકચનવાળા અશ્વગ્રીવ રાજાને ચંડવેગે જોયો, એટલે તરતજ તેના મનમાં નિશ્ચય થયો કે જરૂર કોઈએ આવી રાજાને મારા પરાભવનું વૃત્તાંત જણાવ્યું લાગે છે. રાજાના સેવકે આકૃતિ ઉપરથી જ મને ગત ભાવને જાણી શકે છે. પછી રાજાએ પૂછયું એટલે તેણે સર્વ વૃત્તાંત નિવેદન કરી દીધું. ઉગ્ર સ્વામીની આગળ અન્યથા કહેવાને કોણ સમર્થ છે? પછી પિોતે પ્રજાપતિ રાજા પાસે જે કબુલાત આપેવી તેનું સ્મરણ કરીને તેણે કહ્યું-“હે દેવ! મારી જેજ પ્રજાપતિરાજા આપનો ભક્ત છે, અને તેના કુમારોએ જે આ કરેલું છે તે બાળપણમાં સુલભ એવી તેમની અજ્ઞતા છે. પિતાના કુમારોનાં આવાં કૃત્યથી તે રાજા ઘણે ખેદ પામ્યો છે. સર્વ રાજાઓમાં જેવી રીતે શક્તિ વડે તમે અતિશયપણને પ્રાપ્ત થયેલા છે, તેવી જ રીતે પ્રજાપતિ રાજા તમારા ઉપર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org