________________
શ્રી પદ્માવતી-આરાધના ૦૭૭૯
કર્મ અંગાર કીયાં વળી, ધરમે દવ દીધા; સમ ખાધા વિતરાગના, કૂડા કોષજ કીધા. તે મુજ. બિલ્લી ભવે ઉંદર લીયા, ગીરોલી હત્યારી; મૂઢ ગમાર તણે ભવે, મેં જ લીખ મારી. તે મુજ. ભાડ ભુંજા તણે ભવે, એકેંદ્રિય જીવ; જવારી ચણા ગહું શેકીયા, પાડતા રીવ. તે મુજ. ખાંડણ પીપણ ગારના, આરંભ અનેક; રાંધણ ઈંધણ અગ્નિના, કીધાં પાપ ઉદ્રક. તે મુજ. વિકથા ચાર કીધી વળી, સેવ્યા પાંચ પ્રમાદ; ઈષ્ટ વિયોગ પાડ્યા ઘણા, કિયા રુદન વિષવાદ. તે મુજ. ૨૭. સાધુ અને શ્રાવક તણાં, વ્રત લેઈને ભાંગ્યાં; મૂળ અને ઉત્તર તણાં, મુજ દૂષણ લાગ્યાં. તે મુજ. સાપ વીંછી સિંહ ચીતરા, શકરા ને સમળી; હિંસક જીવ તણે ભવે, હિંસા કીધી સબળી. તે મુજ. સૂવાવડી દૂષણ ઘણાં વળી ગર્ભ ગળાવ્યા; જીવાણી ઢોળ્યાં ઘણાં, શીળ વ્રત ભંજાવ્યાં. તે મુજ.
ભવ અનંત ભમતાં થકાં, કીધાં દેહસંબંધ; ત્રિવિધ ત્રિવિધ કરી વોસિ, તિણ શું પ્રતિબંધ. તે મુજ. ૩૧. ભવ અનંત ભમતાં થકાં કીધાં પરિગ્રહ સંબંધ; ત્રિવિધ ત્રિવિધ કરી વોસિરું, તીણ શું પ્રતિબંધ તે મુજ. ૩૨. ભવ અનંત ભમતાં થકાં, કીધાં કુટુંબ સંબંધ; ત્રિવિધ ત્રિવિધ કરી વોસિરું તીણ શું પ્રતિબંધ. તે મુજ. ૩૩. ઈણ પરે ઈહ ભવ પરભવે, કીધાં પાપ અખત્ર; ત્રિવિધ ત્રિવિધ કરી વોસિરું, કરું જન્મ પવિત્ર. તે મુજ. ૩૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org