________________
(૧૨)
શ્રી પદ્માવતી-આરાધના હવે રાણી પદ્માવતી, જીવરાશિ ખમાવે; જાણપણું જુગતે ભલું, ઈણ વેળા આવે. તે મુજ મિચ્છામિ દુક્કડ, અરિહંતની સાખ; જે મેં જીવ વિરાધીયા, ચઉરાસી લાખ તે. મુજ. સાત લાખ પૃથ્વી તણા, સાતે અપકાય; સાત લાખ તે ઉકાયના, સાતે વળી વાય તે મુજ. દશ પ્રત્યેક વનસ્પતિ, ચઉદયે સાધાર; બિઇતિ ચઉરિદ્રિજીવના બે બે લાખ વિચાર. તે મુજ. દેવતા તિર્યંચ નારકી, ચાર ચાર પ્રકાશી; ચઉદ લાખ મનુષ્યના, એ લાખ ચોરાશી. તે મુજ. ઈહ ભવ પરભવે સેવિયાં; જે પાર અઢાર; ત્રિવિધ ત્રિવિધ કરી પરિહરુ, દુર્ગતિના દાતાર. તે મુજ. હિંસા કીધી જીવની, બોલ્યા મૃષાવાદ; દોષ અદત્તાદાનના મૈથુન ઉન્માદ. તે મુજ. પરિગ્રહ મેલ્યો કારમો, કીધો ક્રોધ વિશેષ; માન માયા લોભ મેં કીયા, વળી રાગને દ્વેષ. તે મુજ. કલહ કરી જીવ દુભવ્યા, દીધાં કુંડાં કલંક; નિંદા કીધી પારકી, રતિ અરતિ નિષ્ણક. તે મુજ. ચાડી કીધી ચોતરે, કીધો થાપણ મોસો; કુગુરુ કુદેવ કુધર્મનો, ભલો આણ્યો ભરોસો. તે મુજ.
૧૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org