________________
શ્રી પુણ્ય-પ્રકાશનું સ્તવન
૭૭૫
ધન ધન્નો શાલિભદ્ર, બંધક મેઘકુમાર; અણસણ આરાધી, પામ્યા ભવનો પાર. શિવમંદિર જાશે, કરી એક અવતાર; આરાધન કેરો, એ નવમો અધિકાર.
૩.
દસમે અધિકારે, મહામંત્ર નવકાર; મનથી નવિ મૂકો, શિવસુખ-ફલ સહકાર. એહ જપતાં જાયે, દુર્ગતિ દોષ વિકાર; સુપરે એ-સમરો, ચૌદ પૂરવનો સાર.
જનમાંતર જાતાં, જો પામે નવકાર; તો પાતિક ગાળી પામે સુર અવતાર, એ નવપદ સરીખો, મંત્ર ન કો સંસાર; આ ભવને પરભવે, સુખ સંપત્તિ દાતાર.
કું ભીલ ભીલડી, રાજા રાણી થાય; નવપદ મહિમાથી, રાજસિહ મહારાય ! રાણી રત્નાવતી બેહુ, પામ્યા છે સુરભોગ; એક ભવ પછી લેશે, શિવ-વધૂ સંજોગ.
શ્રીમતીને એ વળી મંત્ર ફળ્યો તત્કાલ; ફણીધર ફ્રિટીને, પ્રગટ થઈ ફૂલમાળ ! શિવકુમારે જોગી, સો વન પુરિસો કીધ; એમ એણે મંત્ર, કાજ ઘણાનાં સિદ્ધ.
એ દશ અધિકારે, વીર જિણેસર ભાખ્યો; આરાધન કેરો વિધિ, જેણે ચિત્તમાંહી રાખ્યો ! તેણે પાપ પખાળી, ભવભય દૂરે નાંખ્યો; જિન વિનય કરતાં, સુમતિ અમૃત રસ ચાખ્યો. ૮.
Jain Education International
· For Private & Personal Use Only
www.jainelibrary.org