________________
૭૫૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩
પોતાની જમીન કે મકાનના કેસમાં પણ સામાને નુકસાન પહોંચાડવા ખાતર જૂઠું બોલવું નહીં.
૪. થાપણ-કોઈની થાપણ ઓળવવી નહીં.
૫. ફૂટસાક્ષી-બીજાને નુકસાનમાં ઉતારે એવી જૂઠી સાક્ષી પૂરવી નહીં. હિતબુદ્ધિથી કે બીજાને મોતથી બચાવવા માટે ખોટું બોલવું પડે તો જયણા આવેશમાં કે આજીવિકા માટે જયણા. ૩. સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત. (ત્રીજું અણુવ્રત.)
(મોટી ચોરીનો ત્યાગ) બીજાની ગાંઠ ખોલવી, ખીસું કાપવું, તાળું તોડવું, ભીંત ફોડવી, ઉચાપત કરવી, લૂંટવું, ચોરીનો માલ સંઘરવો, સગીરની મિલકત ઓળવવી વગેરે ચોરીનો ત્યાગ. ૪. સ્થૂલ મૈથુન વિરમણ વ્રત. (ચોથું અણુવ્રત.)
(સ્વદારા સંતોષ) ધારણા પ્રમાણે શરીરથી શિયળ પાળવું. પોતાની પત્ની સિવાય બીજી દરેક સ્ત્રીઓનો ત્યાગ. ૫. સ્થૂલ પરિગ્રહ પરિમાણ વ્રત. (પાંચમું અણુવ્રત.)
(પરિગ્રહની મર્યાદા) (૧) ધન (૨) ધાન્ય (૩) જમીન (૪) મકાન (૫) ચાંદી (૬) સોનું (૭) જવાહર-એ બધું મળીને કુલ (.....) લાખ રૂપિયાથી વધારેનો
ત્યાગ.
૬. દિશા પરિમાણ વ્રત. (પહેલું ગુણવ્રત.)
(દિશાઓની મર્યાદા ચારે બાજુ તે તે દેશના ટાપુઓ સહિત હિન્દુસ્તાન, બ્રહ્મદેશ, એશિયા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, યુરોપ, અમેરિકા-વગેરેમાં જળ, સ્થળ, કે આકાશ માર્ગો દ્વારા જવું આવવું (...............) તે અમુક પ્રમાણ(મર્યાદા)થી વધારેનો ત્યાગ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org