________________
૬૧૨૦શ્રીશ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૩
(૯) ચોથું આવશ્યક (પ્રતિક્રમણ) - પછી “ઈચ્છા. રાઈએ આલોઉં ?' એમ કહી રાત્રિને વિશે થયેલાં પાપોની આલોચના કરવાની અનુજ્ઞા માગવી અને તે મળ્યથી “ઇચ્છે' કહી, આલોએમિ જો મે રાઈઓ.” પાઠ બોલવો.
પછી “સાત લાખ,” તથા “અઢાર પાપસ્થાનક” તથા “સબૂસ્ટ વિ રાઈઅ”નો પાઠ બોલવો.
પછી વીરાસને બેસીને અથવા તે ન આવડે તો જમણો ઢીંચણ ઊભો રાખી “નમસ્કાર”, “કરેમિ ભંતે !' સૂત્ર “ઈચ્છામિ પડિક્કમિઉ જા મે રાઈઓ.” બોલી “સાવગપડિક્કમણ-સુત્ત (વંદિતું સૂત્ર) બોલવું. તેમાં ૪૩મી ગાથામાં “અભુઢિઓ મિ” પદ કહેતાં ઊભા થઈ સૂત્ર પૂરું કરવું.
પછી દ્વાદશાવર્ત-વંદન કરવું અને અવગ્રહમાં ઊભા રહીને આદેશ માગી “અભુઢિઓ. સૂત્ર” બોલી ગુરુને ખમાવવા અને અવગ્રહ બહાર નીકળીને પુનઃ દ્વાદશાવર્ત-વંદન કરવું. પછી “આયરિય-વિઝાએ સૂત્ર બોલવું. પછી અવગ્રહમાં બહાર નીકળવું.
(૧૦) પાંચમું આવશ્યક (કાયોત્સર્ગ) પછી “કરેમિ ભંતે સૂત્ર, “ઈચ્છામિ ઠામિ.” “તસ્સ ઉત્તરી' સૂત્ર, અન્નત્થ' સૂત્ર બોલી તપનું ચિંતન કરવું અને તે ન આવડે તો સોળ નમસ્કારનો કાઉસ્સગ્ન કરી, પારી, લોગસ્સનો પાઠ બોલવો.
(૧૧) છઠું આવશ્યક (પ્રત્યાખ્યાન) - પછી બેસીને છઠ્ઠા આવશ્યકની મુહપરી પડિલેહવી અને દ્વાદશાવર્ત-વંદન કરવું તથા અવગ્રહમાં કહીને જ “સકલતીર્થ-વંદના' સૂત્ર બોલવું. પછી પચ્ચક્ખાણનો આદેશ લઈ યથાશક્તિ પચ્ચક્ખાણ કરી, દૈવસિક પ્રતિક્રમણની જેમ જ આવશ્યક સંભારવાં.
* આ “તપચિંતન' માટે જુઓ શ્રી શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર (પ્રબોધ ટીકા) ભાગ ત્રીજાના
રાત્રિક પ્રતિક્રમણના હેતુઓ' નામનું વિવરણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org