SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ અજિત-શાંતિ-સ્તવ૦૪૨૯ (૫) મહર્ષિ નંદિષણનો સત્તા-સમય આ સ્તવના રચયિતા મહર્ષિ નંદિષેણ છે, એ તો સ્તવના છેડે આવતા “પાવે મ નંદ્રિામમિનહિં' એ શબ્દો પરથી સ્પષ્ટ છે, પણ તે ક્યારે થયા ? તે જાણવાનું બાકી રહે છે. વિક્રમની ચૌદમી સદીના પૂર્વાર્ધમાં વિદ્યમાન શ્રીધર્મઘોષસૂરિએ રચેલા શત્રુંજયકલ્પમાં કહ્યું છે કે નેમિ-વાળા ગત્તા-IIM, નહિં સંવિલેણ-[ff] ITE | विहिओ अजिअ-संति-थओ, जयउ तयं पुंडरीयं तित्थं ॥ શ્રીનેમિનાથનાં વચનથી યાત્રાએ ગયેલા શ્રીનંદિષેણ ગણધરે જ્યાં અજિત-શાંતિ-સ્તવની રચના કરી, તે પુંડરીકતીર્થ જય પામો.” ઉપર્યુક્ત સૂરિએ (લઘુ) અજિત-શાંતિ-સ્તવ નામનું સત્તર ગાથાનું મહામંત્ર-ગર્ભિત એક સ્તવન બતાવ્યું છે. તેમાં જણાવ્યું છે કે વાસાસુ વિદિ-વાસા સુવિદિમ-સિ(૫)સુંગર આ સિ(૫)તુંને !' तहिं रिटुनेमिणो, रिढुनेमिणो वयणओ जे उ ॥३॥ देविंद थुआ थुणिआ, वरविज्जा नंदिसेण-गणिवइणा । समय-वरमंत-धम्मकित्तिणा, अजिय-संति-जिणा ॥४॥ વર્ષાઋતુમાં પ્રબળ શત્રુઓને જીતવા માટે શત્રુંજય પર્વત પર જેમણે વાસ કર્યો છે, તથા જેઓ દેવેન્દ્ર-સ્તુત અને શ્રેષ્ઠ વૈદ્ય છે, તેમ જ જેઓ અરિષ્ટોને નાશ કરનાર શ્રી અરિષ્ટનેમિ ભગવાનનાં વચનથી આગમના ઉત્તમ જ્ઞાતા, મંત્ર, ધર્મ અને કીર્તિયુક્ત નંદિષેણ ગણધર વડે સ્તવાયા છે તે અજિતશાન્તિ જિનો. આનો અર્થ એ છે કે શ્રીનેમિનાથ ભગવાનનાં કથનથી તેમના નંદિષેણ નામના ગણધર શ્રી શત્રુંજય તીર્થની યાત્રા કરવા ગયા અને તેમણે ત્યાં વર્ષાકાલ રહીને આ સ્તવ બનાવ્યો. શ્રીધર્મઘોષસૂરિ પછી થોડા જ વખતે થયેલા વિક્રમની ચૌદમી સદીના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy