SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ અજિત-શાંતિ-સ્તવ૦૩૩૩ અશ્લોક-ભય-એ સાત પ્રકારના ભયો માનેલા છે, તે સાતે ભયોને તેમણે જીતેલા છે. અધ્યાત્મ-માર્ગના અખંડ પ્રવાસીઓનો એવો અનુભવ છે કે હિંસાથી વૈરની વૃદ્ધિ થાય છે અને વૈરની વૃદ્ધિ થતાં ભયો આવીને ઊભા રહે છે; એટલે અહિંસાની અનન્ય ઉપાસના એ જ સર્વ ભયોને જીતવાનું અમોઘ શસ્ત્ર છે અને તેનો શ્રીઅજિતનાથ ભગવાને સફલ પ્રયોગ કર્યો હતો, એવો અર્થ અભિપ્રેત છે.* શ્રી અજિતનાથના સુખદ સ્મરણ પછી મહર્ષિ નંદિષેણે તરત જ સંર્તિ કહીને શ્રી શાંતિનાથ ભગવાનનું સ્મરણ કર્યું છે અને તેઓ પલંત--ય-પાંવ હતા એમ જણાવીને યોગ્ય ગુણોનું યથાર્થ અભિવાદન કર્યું છે. રોગો કેટલા છે? તેનો આખરી ઉત્તર પ્રાચીન કે આધુનિક શરીર-વિજ્ઞાન હજી સુધી આપી શક્યું નથી, પણ જ્ઞાનીઓ કહે છે કે “આ ઔદારિક શરીરમાં સાડા ત્રણ ક્રોડ રૂંવાડાં છે અને તે પ્રત્યેક રૂંવાડે પોણા બે રોગો રહેલા છે તે અશાતા-વેદનીય કર્મના ઉદય પ્રમાણે પ્રકટ થાય છે અને સત્ત્વશુદ્ધિ પ્રમાણે શાંત થઈ જાય છે. એટલે જેની સંપૂર્ણ સત્ત્વ-શુદ્ધિ થયેલી હોય તેના સર્વ રોગો પ્રશાંત થાય તેમાં કોઈ આશ્ચર્ય નથી. વળી પાપને પગ મૂકવાની જગા ત્યાં જ મળે છે કે જ્યાં મિથ્યાત્વછે, અવિરતિ છે, કષાય છે, પ્રમાદ છે કે અપ્રશસ્ત યોગોનું પ્રવર્તન છે; પરંતુ જ્યાં ક્ષાયિક સમ્યત્ત્વનું સામ્રાજ્ય હોય, વીતરાગતાનું વિમલ વાતાવરણ હોય, કષાયની કોઈ કાલિમાં રહેલી ન હોય, પ્રમાદનો પૂરેપૂરો પરાભવ થયેલો હોય અને મન, વચન અને કાયાના તમામ યોગો પ્રશસ્ત ભાવે જ પ્રવર્તતા હોય ત્યાં પાપને પ્રશાંત થયા સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. * ‘હિંસા-પ્રતિષ્ઠાયાં તત્તિથી વૈરત્યા : ' -મહર્ષિ પતંજલિ. X “ોયા સોડીયો, હવંતિ પંવેવ મસી | नवनवइ-सहस्साइं, पंच सया तह य चुलसी अ ॥७॥" -રિષ્ટસમુચ્ચયમ-શાસ્ત્ર રોગો પાંચ ક્રોડ, અડસઠ લાખ, નવાણું હજાર, પાંચસો ચોરાશી પ્રકારના છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy