________________
૨૨૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩
પ્રકારના ઉપસર્ગો કરીને સાધનામાંથી ભ્રષ્ટ કરવાની કોશિશ કરી રહેલા સંગમદેવ પ્રત્યે શ્રીવીરપ્રભુના હૃદયમાં અપૂર્વ કરુણા ભરેલી છે. જિનનો સંગ થવા છતાં સંગમદેવ અભવ્ય હોવાથી તેને કોઈ પણ પ્રકારે લાભ થયો નહિ, તેથી “અહો આ જીવનું શું થશે ?' એવી કરુણાથી જ તેમનાં નેત્રોની કીકીઓ સહજ ભીની થાય છે. ક્ષમા અને કરુણાનું આવું વિરલ દશ્ય બીજે ક્યાં જોવા મળશે ?
- અઠ્ઠાવીસમા શ્લોકમાં અહંતોના કેટલાક સામાન્ય ગુણોનું વર્ણન કરતાં જણાવ્યું છે કે તેઓ પોતાના અપૂર્વ પ્રભાવથી અન્ય તીર્થિકોના તેજને ઝાંખું પાડી દે છે, સુરો અને અસુરોથી લેવાયેલા હોય છે, અનંતજ્ઞાનાદિ લક્ષ્મીથી યુક્ત હોય છે, તમામ દૂષણોથી રહિત હોય છે, સર્વ પ્રકારના ભયોથી મુક્ત હોય છે અને ત્રિભુવનના મુકુટ-મણિ હોય છે.
ઓગણત્રીસમા શ્લોકમાં શ્રીવર પરમાત્માની સ્તુતિ વીર શબ્દને સાતે વિભક્તિ લગાડીને કરવામાં આવી છે અને એ રીતે અહંતોના સર્વ સુરાસુરપૂજ્યપણાને, વિદ્વાનોને પણ આશ્રય લેવો પડે તેવી પરમપ્રજ્ઞાને, કર્મનો ઘાત કરવાની અપૂર્વ શક્તિને, અતુલ તીર્થનું સ્થાપન કરવાની પ્રવૃત્તિને, ઘોર તપશ્ચર્યાને તથા શ્રી, ધૃતિ, કીર્તિ, કાંતિ અને ભદ્ર આપવાની સિદ્ધિને વખાણવામાં આવી છે.
- ત્રીસમા શ્લોકમાં પરમ પુનિત અહંદૂ-દેવોનાં ચૈત્યોને (પ્રતિમાઓને) ભાવ-પૂર્વક વંદના કરવામાં આવી છે, પછી તે ચૈત્યો સ્વર્ગમાં હોય, પાતાળમાં હોય કે મૃત્યુલોકમાં હોય અથવા શાશ્વત હોય કે અશાશ્વત હોય. ટૂંકમાં મનુષ્યો અને દેવો એ બંનેથી પૂજાયેલાં ચૈત્યોને આ શ્લોકમાં અભિવંદના કરવામાં આવી છે.
એકત્રીસમા શ્લોકમાં શ્રીવીર-પ્રભુની સ્તુતિ-દ્વારા અહિતોને સર્વ જ્ઞાતાઓમાં તથા સર્વ પરમેષ્ઠીઓમાં પ્રથમ જણાવ્યા છે અને તેમના દેવાધિદેવત્વ તથા સર્વજ્ઞત્વને પણ અંજલિ આપવામાં આવી છે.
બત્રીસમા શ્લોકમાં વીતરાગ અને જિન એવા અહંદૂદેવોનું વિવિધ ઉપમાઓથી વર્ણન કરવામાં આવ્યું છે. જેમ કે અહંદુદેવ અનેક ભવો-દ્વારા ઉપાર્જન કરેલાં તીવ્ર કર્મોને બાળવા માટે અગ્નિ-સમાન છે, મુક્તિરૂપી સ્ત્રીની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org