SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ સારભૂતને; (૧૨) વિનં-સમસ્તને. (૪) વિશg-આપો. શું? સિદ્ધિ-સિદ્ધિ. ક્યારે? સહ-નિરંતર. શેમાં ? સર્વાર્થીપુ-સર્વ કાર્યોમાં. કોને? મમ-મને. કોણ? સર્વાનુભૂતિઃ યક્ષઃ સર્વાનુભૂતિ નામનો યક્ષ. કેવો છે એ યક્ષ ? (૧)નિષ્પક્વ્યોમનીતઘુતમ્ મતદશ बालचन्द्राभ-दंष्ट्र घण्टारवेण मत्तं प्रसूत-मदजलं समन्तात् पूरयन्तं दिव्यनागम् आरूढ - વાદળ રહિત આકાશની નીલપ્રભાને ધારણ કરનારા, આલસ્યપૂર્ણ [મદભરી] દષ્ટિવાળા, બીજના ચંદ્રમા જેવા વાંકા દંકૂશળવાળા, ડોક વગેરેમાં બાંધેલી ઘંટાઓના સતત નાદથી મત્ત થયેલ, પ્રગ્નવેલા મદજળને ચારે બાજુ ફ્લાવી રહેલ, એવો જે દિવ્ય હાથી, તેના પર આરૂઢ થયેલો છે. (૨) :-સર્વ મનઃકામનાઓને પૂર્ણ કરનારો છે. (૩) મ–પી-ઇચ્છિત રૂપને ધારણ કરનારો છે તથા (૪) અને વિવરતિ-આકાશમાં વિચરનારો છે. (૫) અર્થ-સંકલના બાલ્યવયમાં મેરુપર્વતના શિખર ઉપર સ્નાત્ર-અભિષેક કરાયેલા પ્રભુનાં રૂપનું અવલોકન કરતાં અભુતરસની ભ્રાંતિથી ચંચળ બનેલાં નેત્રોવાળી ઈંદ્રાણીએ “ક્ષીરસાગરનું જળ રહી તો નથી ગયું ?' એવી શંકાથી જેમનું સ્વનેત્રકાંતિથી જ ઉજ્જવલ બનેલું મુખ ફરી ફરીને લૂછ્યું, તે શ્રી મહાવીર જિન જય પામે છે. ૧. સર્વ જાતિના સુર અને અસુરોના સર્વ ઇંદ્રોએ જેમનો જન્માભિષેકહંસની પાંખથી ઊડેલા કમળ-પરાગથી પીળા થયેલા ક્ષીરસમુદ્રના જળથી ભરેલા અને અપ્સરાઓના સ્તનસમૂહની સ્પર્ધા કરનારા સુવર્ણના ઘડાઓ વડે મેરુપર્વતના રત્નશૈલ નામે શિખર ઉપર કર્યો છે, તેમનાં ચરણોને હું નમેલો છુંનમું છું. ૨. શ્રીજિનેશ્વરદેવના મુખમાંથી અર્થરૂપે પ્રકટેલાં અને ગણધરો વડે સૂત્રરૂપે ગૂંથાયેલાં, બાર અંગવાળાં, વિસ્તીર્ણ, અભુત રચના-શૈલીવાળાં, ઘણા અર્થોથી યુક્ત, બુદ્ધિ-નિધાન એવા શ્રેષ્ઠ મુનિ-સમૂહે ધારણ કરેલાં, મોક્ષના દરવાજા સમાન, વ્રત અને ચારિત્રરૂપી ફળવાળાં, જાણવા યોગ્ય પદાર્થોને પ્રકાશવામાં દીપક-સમાન અને સકલ વિશ્વમાં અદ્વિતીય સારભૂત એવાં સમસ્ત શ્રુતનો હું ભક્તિ-પૂર્વક અહર્નિશ આશ્રય કરું છું. ૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy