________________
કુલ બાર પચ્ચખ્ખાણને વધુ ૧૪ પાનાં ભરીને વિશદતાથી સમજાવાયાં છે. પ્રત્યાખ્યાનના આગારની ગાથાઓ, લેપાલેપ અકુંચન, પ્રસારણ ગુર્થંભ્યત્થાન તેમજ દસ પચ્ચખાણની આધારભૂત ઉપયોગી નોંધો ઉલ્લેખનીય છે.
૫. પચ્ચખાણ પારવાનાં સૂત્રો પ૪મું સૂત્ર તદ્દન નવું ઉમેરણ છે. તેણે ૧૮૫થી ૧૯૧ પૃષ્ઠ રોક્યાં છે. તેમાં વિવિધ પાઠાંતર આપવા ઉપરાંત પચ્ચખ્ખાણ કેવી રીતે પારવાં તેની ઉપયોગી નોંધો આપી છે.
૬. ચતુર્વિશતિ-જિન-નમસ્કાર-સકલાહ-સ્તોત્ર (ચૈત્યવંદન) પ૮મું સૂત્ર, તેમાં પ્રથમની બે ગાથાઓને અમરચંદ્રાચાર્ય કૃત “શ્રી પદ્માનંદમહાકાવ્ય'ના મંગલાચરણ સાથે સરખામણી કરાઈ છે.
આ ભાગમાં બે પરિશિષ્ટો આપવામાં આવ્યાં છે. ૧. કાયોત્સર્ગ અથવા ધ્યાનમાર્ગ, ૨. પ્રત્યાખ્યાનનો પરમાર્થ. પહેલા અને બીજા ભાગમાં પણ બે બે પરિશિષ્ટો અપાયાં છે. આમ ત્રણ ભાગમાં મળીને શેઠશ્રીએ છ આવશ્યક પર છ નિબંધ આપવાની યોજના સફળતાથી પૂરી કરી છે.
પરિશિષ્ટ પહેલું-“કાયોત્સર્ગ અથવા ધ્યાનમાર્ગમાં ૧. કાયોત્સર્ગનું મહત્ત્વ, ૨. કાયોત્સર્ગનો અર્થ, ૩. કાયોત્સર્ગ કરવાના હેતુઓ, ૪. કાયોત્સર્ગનું હાર્દ, ૫. કાયોત્સર્ગના પ્રકારો, ૬. કાયોત્સર્ગની સિદ્ધિ, ૭. ધ્યાતા કે કાયોત્સર્ગ કરનારની યોગ્યતા, ૮. મન-શુદ્ધિ ક્યારે થાય, ૯. ધ્યેયના પ્રકારો, ૧૦. ધ્યાનની વ્યાખ્યા, ૧૧. ધ્યાનનો કાળ, અને ૧૨. ધ્યાનના પ્રકારો-આમ બાર વિષયોની વિસ્તૃત છણાવટ કરવામાં આવી છે.
પરિશિષ્ટ બીજું-“પ્રત્યાખ્યાન પરમાર્થ'માં ૧. પ્રત્યાખ્યાનનું મહત્ત્વ, ૨. પ્રત્યાખ્યાનનું પ્રયોજન, ૩. સંયમગુણની ધારણા શા માટે ? ૪. તૃષ્ણાનો તાર તૂટવાની જરૂર, ૫. કુશળ ક્રિયાની આવશ્યકતા, ૬. પ્રત્યાખ્યાન એ જ કુશળક્રિયા, ૭. પ્રત્યાખ્યાનના પર્યાયશબ્દો, ૮, પ્રત્યાખ્યાનના મુખ્ય પ્રકારો, ૯. ભાવપ્રત્યાખ્યાનના ભેદ-પ્રભેદો, ૧૦. છ સિદ્ધાંતો, ૧૧. પ્રત્યાખ્યાનની નવકોટી, ૧૨. પ્રત્યાખ્યાનના ઓગણપચાસ ભાંગા. ૧૩. પ્રત્યાખ્યાનનું પાલન, એમ કુલ ૧૩ વિષયોની વિસ્તૃત સમજણ આપવામાં આવી છે.
પ્રથમ ભાગની જેમ આ ત્રીજા ભાગમાં પ્રકાશકીય નિવેદન પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org