________________
પ્રકાશકીય નિવેદન શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્ર(પ્રબોધટીકા)ની સંશોધિત પરિવર્ધિત બીજી આવૃત્તિનો ત્રીજો ભાગ પ્રકટ થઈ રહ્યો છે. આ ગ્રંથના પ્રયોજક-સંપાદક શેઠ શ્રી અમૃતલાલ કાલિદાસ દોશીની ઝીણવટભરી દેખરેખ હેઠળ પ્રસ્તુત ગ્રંથનો પહેલો ભાગ છપાયો છે. પરંતુ બીજા ભાગની જેમ આ ત્રીજો ભાગ પણ તેઓશ્રીનું નિધન થવાથી તે સૌભાગ્યથી તે વંચિત રહ્યો છે. અલબત્ત શેઠશ્રીએ પ્રસ્તુત ગ્રંથના ત્રણેય ભાગનું મૂળ મેટર પોતાની જાત દેખરેખ તળે સાવંત તૈયાર કરાવ્યું છે. પ્રેસકોપી પણ જાતે જોઈ તપાસી છે. તેઓશ્રીના મૂક આશીર્વાદ અને અમૂર્ત પ્રેરણા અને અદીઠ માર્ગદર્શનથી જ તેમનું આ અધૂરું સ્વપ્ન સાકાર કરવામાં યત્કિંચિત્ સફળ બન્યા છીએ.
ગ્રંથની ઉપયોગિતા, સંશોધન માટે લેવાયેલા સંનિષ્ઠ પરિશ્રમ, સંશોધન માટે ઉપયોગમાં લેવાયેલા ગ્રંથો-પ્રતો તેમજ ગ્રંથનું અધ્યયન કેવી રીતે કરવું વગેરે બાબતો અંગે શેઠશ્રીએ પહેલા ભાગમાં સંપાદકીય નિવેદનમાં પૂરી સ્પષ્ટતા કરી છે. આથી તેનું પુનરાવર્તન ન કરતાં પ્રસ્તુતત્રીજા ભાગમાં અગાઉની આવૃત્તિથી શું વિશેષ અને વિશિષ્ટ છે, તે અત્રે જણાવીએ છીએ.
પ્રબોધ ટીકાના આ ભાગમાં સઢ-નિચ્યકિચ્ચ-સઝાઓ (મન્નત જિહાણ) સઝાયથી “સંતિકર સ્તવન સુધી ૪૬થી ૬૨ સૂત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
પ્રસ્તુત ત્રીજા ભાગમાં જે કેટલાંક નવીન ઉમેરણ કરાયાં છે તે આ મુજબ છે : (૧) પરિશિષ્ટો પછી ઉપયોગી વિષયોનો સંગ્રહ અપાયો છે, તેમાં દૈવસિક રાત્રિક, પાક્ષિક, ચાતુર્માસિક અને સંવત્સરી પ્રતિક્રમણની વિધિ અને હેતુઓ, (૨) શ્રી સ્થાપનાચાર્યની પડિલેહણ વિધિ (૩) ત્રણે ચોમાસામાં તે તે વસ્તુના કાળ આદિને જણાવનાર કોઠો, (૪) શ્રી ગૌતમસ્વામીનું સંસ્કૃત સ્તોત્ર (ગૌતમાષ્ટકમ્), (૫) શ્રી ગૌતમસ્વામીનો રાસ, (૬) પ્રભુ સંમુખ બોલવાના દુહાઓ, (૭) અષ્ટપ્રકારી પૂજાવિધિ, (૮) શ્રી વિશતિ વિહરમાન જિનના ચૈત્યવંદનની વિધિ તથા ચૈત્યવંદન, (૯) શ્રી જ્ઞાનપંચમીના અને શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org