________________
નાણમિ દંસણમિ સૂત્ર ૦ ૪૯
તેમાં જે “લોકોત્તર' કે “ભાવાચાર' છે તે જ ઉપાદેય છે. આ “ભાવાચાર'નું સ્વરૂપ યથાર્થ રીતે સમજાય તે માટે તેના હેતુ પરત્વે પાંચ વિભાગો કરવામાં આવ્યા છે : “(૧ ) જ્ઞાનાચાર, (૨) દર્શનાચાર, (૩) ચારિત્રાચાર, (૪) તપચાર ને (૫) વીર્યાચાર.” તેમાં “જ્ઞાનાચાર'ને પ્રથમ પદ આપવાનું કારણ એ છે કે તેના વિના અન્ય “આચાર'નું પાલન કેવી રીતે કરવું તે સમજાતું નથી. કહ્યું છે કે
"पढमं नाणं तओ दया, एवं चिट्ठइ सव्वसंजए । અન્ના ( હી ?, જિ વા નાહી છે --પાવર ?'
(દશવૈકાલિકસૂત્ર અ. ૪, ગા. ૧૦.) “પ્રથમ જ્ઞાન અને પછી દયા એવી રીતે સર્વ સંયમી પુરુષની સ્થિતિ છે. જે અજ્ઞાની હશે તે શું કરશે ? તે શ્રેય-પુણ્ય અને પાવગ-પાપને કેવી રીતે જાણશે ?”
“જ્ઞાન” પછી બીજું સ્થાન “દર્શન અથવા શ્રદ્ધા” ને આપવામાં આવ્યું છે, કારણ કે આત્મ-વિકાસના પ્રવાસીને માટે તે ધ્રુવ તારો છે. જ્યાં શ્રદ્ધા નથી ત્યાં આચરણ કેળવવાનો પુરુષાર્થ થાય જ કેવી રીતે ? ત્યાર પછી ચારિત્રને સ્થાન આપવાનું કારણ એ છે કે એ જ્ઞાન અને દર્શન વડે પ્રાપ્ત કરવા યોગ્ય વસ્તુ એછે. જ્ઞાન હોય, શ્રદ્ધા હોય પણ ચારિત્ર ન હોય તો સરવાળે મીંડું. ત્યાર પછી તપનું ખાસ વિધાન કરેલું છે, કારણ કે તે કર્મનિર્જરાનો હેતુ છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણેની સિદ્ધિમાં તે અગત્યનો ભાગ ભજવે છે; અને છેવટે વર્યાચારને મૂક્યો છે, કારણ કે પૂરો પ્રયત્ન કર્યા સિવાય, સબળ પુરુષાર્થ સેવ્યા સિવાય જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની સંપૂર્ણ આરાધના થઈ શકતી નથી.
“આચાર'ની વ્યાખ્યા અને વિભાગો બતાવ્યા પછી તેનું ક્રમશઃ વર્ણન કરવું જોઈએ, એટલે સૂત્રકારે તેમાંથી પહેલો “જ્ઞાનાચાર' લઈને તેને લગતા આઠ નિયમો બતાવ્યા છે. તે આ રીતે : “(૧) કાલ, (૨) વિનય, (૩)
૨. છે [શ્રેય પુણ્ય. ૨. પાવર-પાવ [પાપી પાપ.
પ્ર.-૨-૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org