________________
નાણમિ દંસણમ્પિ સૂત્ર ૪૩
જય' છે; ચાર કષાયોને ઉદયમાં આવવા ન દેવા અથવા ઉદયમાં આવે તો પણ નિષ્ફળ કરવા, તે “કષાય-જય' છે; અપ્રશસ્ત યોગનો નિરોધ અને કુશળ યોગની ઉદીરણા અમલમાં લાવવાનો પ્રયત્ન, તે “યોગ-નિરોધ' છે અને સ્ત્રી, પશુ તથા નપુંસક આદિ અયોગ્ય સંસર્ગથી રહિત શુદ્ધ સ્થાનમાં શયન તથા આસન રાખવું, તે “વિવિક્ત ચર્યા છે. તે માટે કહ્યું છે કે :
“મિ-સાય-ગોહ, ઙવ સંતીયા મુળવ્યા ! ત૬ , વિવિત્ત-વરિયા, પUUત્તા વીકરી હિં !”
“ઇંદ્રિય, કષાય અને યોગને આશ્રીને સંલીનતા સમજવી. તેમજ વિવિક્ત-ચર્યા નામના ભેદને પણ વીતરાગોએ સંલીનતા કહેલી છે.”
પાછિન્ન-પ્રાયશ્ચિત્ત, પાપનો છેદ અથવા ચિત્તનું શોધન,
“પ્રાયશ્ચિત્ત' એટલે મૂલગુણો અને ઉત્તરગુણોમાં થયેલા અતિચારની શુદ્ધિ માટે કરવામાં આવતું વિશિષ્ટ અનુષ્ઠાન. તેમાં કેટલાંક “પ્રાયશ્ચિત્ત' આલોચના'ને યોગ્ય હોય છે, કેટલાંક પ્રતિક્રમણ'ને યોગ્ય હોય છે, કેટલાંક તે ઉભયને યોગ્ય હોય છે એટલે કે “મિશ્ર' હોય છે, કેટલાંક “વિવેકરૂપ હોય છે, કેટલાંક “કાયોત્સર્ગને યોગ્ય હોય છે, કેટલાંક “તપને યોગ્ય હોય છે, કેટલાંક દીક્ષા-પર્યાયના “છેદ'ને યોગ્ય હોય છે, કેટલાંક “મૂળને યોગ્ય એટલે ફરીને મહાવ્રતોના આરોપણને યોગ્ય હોય છે, કેટલાંક “અનવસ્થાપ્ય” એટલે ભારે તપશ્ચર્યા અને ફરી મહાવ્રત લેવા યોગ્ય હોય છે, તો કેટલાંક લિંગ(વષ), કુલ, ગણ અને સંઘથી બહાર કરવા યોગ્ય હોય છે, તે “ પારાંચિક' કહેવાય છે. આ દશે પ્રાયશ્ચિત્તનો વિસ્તાર ભગવતીસૂત્ર અને છેદસૂત્ર આદિ ગ્રંથોમાં આપેલો છે.
છેલ્લા બે પ્રકારનાં પ્રાયશ્ચિત્તનો હાલમાં વિચ્છેદ ગણાય છે, કારણ કે “પ્રથમ સંહનન” અને “ચૌદ પૂર્વી'નો હાલમાં વિચ્છેદ છે. “પ્રાયશ્ચિત્ત' એ પહેલા પ્રકારનું “આત્યંતર તપ છે.
વિમો-શાસ્ત્રાનુસારી વિનય.
‘વિનીયતેગનેનાષ્ટywાર નિ વિનય તિ'-“જેનાથી આઠ પ્રકારનાં કર્મો દૂર કરી શકાય છે, તે વિનય.” તે પાંચ પ્રકારનો છે : “(૧) જ્ઞાન
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org