________________
૫૦૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
કરનારા કષાયવાળા પોતાના-આત્માનો ત્યાગ કરવો; તેને માટે સાધકે ‘અપ્પાળવોસિમિ' એ બે પદોનો પ્રયોગ કરવો ઘટે છે. એટલે કોઈ પણ સાધક જ્યારે શુદ્ધ ભાવથી કૃતપાપોમાંથી પાછો ફરે છે, તેની નિંદા અને ગર્હ કરે છે તથા જે અધ્યવસાયોને આધીન થઈને તે પાપકર્મો કરવાને પ્રેરાયો હતો, તે અધ્યવસાયોનો ત્યાગ કરે છે, ત્યારે જ તે સાધક ‘પ્રતિક્રમણ’ના હૃદયમંદિર સુધી પહોંચી શકે છે.
(૯) પ્રતિક્રમણનો પ્રાણ
કોઈ પણ દુષ્કૃત, પાપ, ભૂલ, સ્ખલના, દોષ કે અતિચાર, થઈ ગયો કે તરત જ તેને મિથ્યા કરવા માટે “મિચ્છા મિ દુધડ એવા શબ્દનો પ્રયોગ કરવો, એ પ્રતિક્રમણનો પ્રાણ છે. આ શબ્દોનો સામાન્ય અર્થ ‘મિથ્યા હો મારું દુષ્કૃત' એવો થાય છે, પણ શ્રીભદ્રબાહુસ્વામીએ તેનું જે રીતે નિરુક્ત કર્યું છે, તે લક્ષ્યમાં લેતાં તેનો ભાવ અગાધ છે. તેઓ આવશ્યક નિર્યુક્તિમાં જણાવે છે કે
“મિત્તિ મિડમત્તે, છત્તિ ોસાળ છાયને હોતિ 1 મિત્તિ ય મેશ ોિ, દુ'ત્તિ પુંછામિ અબાળ ૬૮૬ના 'क'त्ति कडं मे पावं, 'ड'त्ति य डेवेमि तं उवसमेणं । एसो मिच्छा दुक्कड - पयक्खरत्थो समासेणं ॥ ६८७||"
‘મિ‘ એ પ્રમાણેનો અક્ષર ‘મૃદુ-માર્દવતા’નો અર્થ દર્શાવે છે. તેમાં ‘મૃદુ' પદ શરીરથી વિનયાવનત થવાનું સૂચન કરે છે અને ‘માર્દવ’ પદ ભાવથી નમ્રતાવાળા થવાનું જણાવે છે.
‘ઇ (છા) એ પ્રમાણેનો અક્ષર અસંયમાદિ દોષોનો છાદનના નિદર્શક છે.
‘મિ’ એ પ્રમાણેનો અક્ષર ‘હું ચારિત્રની મર્યાદામાં રહેલો છું,' એવો ભાવ બતાવે છે.
‘ટુ' એ પ્રમાણેનો અક્ષર ‘સુગુપ્તે-નિમિ આત્માનું દુષ્કૃતારિણમ્'‘દુષ્કૃત કરનાર આત્માને હું નિંદું છું એ અર્થમાં છે.
‘’(ર) એ પ્રમાણેનો અક્ષર ‘મેં પાપ કર્યું છે' એવા દોષને પ્રકટ
કરનાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org