________________
૪૯૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
પ્રકારો છે.*
સાત પ્રકાર : ઈહલોકભય, પરલોકભય, આદાનભય, આકસ્મિકભય, આજીવિકાભય, અશ્લોકભય અન મરણભય-એ સાત ભયસ્થાનોથી નિવર્તવું, એ “પ્રતિક્રમણ'ના સાત પ્રકારો છે.
આઠ પ્રકાર : જાતિ, કુલ, બલ, રૂપ, તપ, ઐશ્વર્ય, શ્રત અને લાભ-એ આઠ મદથી નિવર્તવું, એ “પ્રતિક્રમણ'ના આઠ પ્રકારો છે. અથવા
“पडिक्कमणं पडियरणा, पडिहरणा वारणा निअत्तीय ।
निंदा गरिहा सोही, पडिक्कमणं अट्ठहा होइ ॥"
“(૧) પ્રતિક્રમણ, (૨) પ્રતિચરણા, (૩) પ્રતિહરણા, (૪) વારણા, (૫) નિવૃત્તિ, (૬) નિંદા, (૭) ગહ, (૮) શુદ્ધિ.” એ રીતે પ્રતિક્રમણ' આઠ પ્રકારનું હોય છે.
અપ્રશસ્ત યોગમાંથી પાછા હઠવું, એ “પ્રતિક્રમણ' કહેવાય છે. સંયમની પરિચર્યા કરવી, એ “પ્રતિચરણા' કહેવાય છે. ચારિત્રની રક્ષા માટે અસાવધાનીને છોડી દેવી, એ “પ્રતિહરણા” કહેવાય છે. ઇન્દ્રિયોના વિષયથી મનને વારવું (રોકવું), એ “વારણા” કહેવાય છે. ચારિત્ર-પાલનમાં લાગેલા અતિચારોથી નિવૃત્ત થવું, એ નિવૃત્તિ' કહેવાય છે. ચારિત્રમાં લાગેલા દોષોની પરસાક્ષીએ નિંદા કરવી, એ “ગહ' કહેવાય છે; અને વિવિધ પ્રકારનાં પ્રાયશ્ચિત્ત કે તપ વડે ચારિત્રની શુદ્ધિ કરવી, એ “શુદ્ધિ કહેવાય છે.
આ રીતે પ્રતિક્રમણના બીજા પ્રકારો પણ સંભવે છે, પરંતુ એ બધાનું તાત્પર્ય એ છે કે અપ્રશસ્ત ભાવમાંથી પાછા હઠીને પ્રશસ્ત ભાવમાં સ્થિર
થવું.
(૭) પ્રતિક્રમણ કોણ કરે?
જ્યાં સુધી આત્મા છદ્મસ્થ છે અને એક યા બીજા પ્રકારે કોઈ પણ પ્રારની ભૂલો કે સ્કૂલનાઓ કરે છે, ત્યાં સુધી તેણે “પ્રતિક્રમણ કરવું ઘટે છે. કારણ કે
* સ્થાનાંગસૂત્ર સ્થાન ૬, ઉદ્દેશ ૩, પૃ. ૩૭૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org