________________
૪૯૦૦શ્રીશ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
કરવાની વૃત્તિ ઉદ્દભવે નહિ. એટલે મનુષ્ય પાપકર્મોમાંથી મુક્તિ મેળવવા માટે જે કંઈ કરવાનું છે, તે એટલું જ કે પાપકર્મો કરતાં અટકવું અને જે પાપકર્મો અજાણતાં થઈ ગયાં હોય તે માટે દિલગીર થવું. “પ્રતિક્રમણની ક્રિયા' આ સિદ્ધાંત પર વ્યવસ્થિત થયેલી છે.
પંચસૂત્રમાં કહ્યું છે કે
"पावकम्म-विगमो तहाभव्वताइ-भावओ । तस्स पुण विवाग-साहणाणि चउसरणगमणं दुक्कडगरिहा सुकडाणासेवणं ।"
પાપકર્મનો વિનાશ “તથાભવ્યત્વાદિ ભાવથી (એટલે સિદ્ધિગમનને યોગ્ય અનાદિ પારિણામિક ભાવથી) થાય છે. તે “તથાભવ્યત્વાદિ ભાવ'નાં વિપાક-સાધનો ત્રણ છે : (૧) ચતુદશરણગમન (અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મના શરણનો સ્વીકાર અર્થાત્ તેમના પ્રત્યે સાચો સમર્પણભાવ) (૨) દુષ્કૃતની ગર્તા (પાપકર્મોની નિંદા યાને પ્રતિક્રમણ (૩) સુકૃતોનું આસેવન (શાસ્ત્રકાર મહર્ષિઓએ બતાવેલા શીલ, સંયમ, સદાચાર તથા વિવિધ શુભ અનુષ્ઠાનોનું આચરણ.)*
* મનુસ્મૃતિના અગિયારમા અધ્યયનમાં કહ્યું છે કે :
ख्यापनेनानुतापेन, तपसाऽध्ययनेन च । पापकृन्मुच्यते पापात्तथा दानेन चापदि ॥२२७।।
“કરેલું પાપ કહી બતાવવાથી, પશ્ચાત્તાપ કરવાથી, તપ કરવાથી અને (અઘમર્ષણ વગેરેનો) પાઠ કરવાથી પાપી પાપમાંથી મુક્ત બને છે અને આપત્કાળમાં જો તેમ ન બની શકે તો દાન દઈને શુદ્ધ થાય છે.
यथा यथा नरोऽधर्म, स्वयं कृत्वानुभाषते । तथा तथा त्वचेवाहिस्तेनाधर्मेण मुच्यते ॥२२८॥
પુરુષ પોતે અધર્મ (પાપકર્મ) કરીને જે જે પ્રકારે તે અધર્મને કર્યો હોય તે તે પ્રકારે કહી દે તો કાંચળીમાંથી જેમ સર્પ છૂટો થાય તેમ તે અધર્મમાંથી મુક્ત થાય છે.”
यथा यथा मनस्तस्य, दुष्कृतं कर्म गर्हति । तथा तथा शरीरं तत्तेनाधर्मेण मुच्यते ॥२२९।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org