________________
ભરહેસર-બાહુબલી-સજ્ઝાય ૦ ૪૬૯
નગરે ચાલ્યા ગયા ત્યારે ગોપાળ નામ ધારણ કર્યું હતું અને ધનપતિ નામના શેઠની નંદા પામે પુત્રીને પરણ્યા હતા. તેનાથી અભયકુમાર નામે પુત્ર થયો હતો, જે બુદ્ધિ માટે આજ સુધી દૃષ્ટાંતરૂપ છે. નંદાને પતિનો વિયોગ કેટલાંક વર્ષો સુધી સહન કરવો પડ્યો હતો, પણ તે ધર્મપરાયણ અને શીલમાં અડગ રહી હતી, તેથી તેને ગણના સતી સ્ત્રીઓમાં થાય છે.
૯. ભદ્રા : - શાલિભદ્રની માતા. જૈન ધર્મની પરમ અનુરાગિની.
૧૦ સુભદ્રા :- તેના પિતાનું નામ જિનદાસ હતું અને માતાનું નામ તત્ત્વમાલિની હતું. તેનાં સાસરિયાં બૌદ્ધ હોવાથી તેને અનેક પ્રકારે સતાવતાં હતાં, પરંતુ તે પોતાના ધર્મથી જરા પણ ચલિત થઈ ન હતી. એક વખત એક જિનકલ્પી મુનિ કે જેઓ પોતાના શરીરની પરિચર્યાથી સર્વથા નિરપેક્ષ હોય છે તેવા મુનિ તેને ત્યાં વહોરવા પધાર્યા તે વખતે તે મુનિની આંખમાં પહેલું તણખલું કાઢતાં તેના પર આળ આવ્યું ને તે દૂર કરવા માટે તેણે શાસનદેવીની આરાધના કરી. બીજા દિવસે નગરના બધા દરવાજા બંધ થઈ ગયા. ઉપરથી આકાશવાણી થઈ કે ‘જો કોઈ સતી સ્ત્રી કાચા સૂતરના તાંતણાથી ચાળણી વડે કૂવામાંથી પાણી કાઢીને છાંટશે, તો આ ચંપાનગરીના દરવાજા ઊઘડશે.' આ અસાધારણ કામ સતી સુભદ્રાએ કરી બતાવ્યું, ત્યારથી તે પ્રાતઃસ્મરણીય ગણાય છે. આખરે દીક્ષા લઈ તે મોક્ષગામી થયેલી છે.
૧૧. રાજિમતી ઃ- પરણવા આવેલો કોડીલો કંથ પાછો ફર્યો, આદર્યાં લગ્ન અધૂરાં રહ્યાં, પણ નૈમિકુમારને મનથી એક વાર વરી ચૂકેલી સતી બીજાની આશા કેમ કરે ? એ કોડીલો કંથ સંસારથી વિરક્ત બની જ્યારે ત્યાગી-તપસ્વી બન્યો, ત્યારે ધર્મારાધન માટે તે જ શ્રીનેમિનાથ પ્રભુનું શરણ અંગીકાર કર્યું. મન, વચન અને કાયાથી સંયમ પાળી તેઓ શ્રીનેમિનાથનાં પ્રથમ સાધ્વી બન્યાં. શ્રીનેમિનાથના લઘુબંધુ રથનેમિ, એકદા ઉગ્રસેન રાજાની એ સૌંદર્યવતી પુત્રીને જોઈ મોહ પામ્યા હતા અને સાધુવ્રત લીધા પછી પણ ડગમગ્યા હતા; પરંતુ આ મહાસતીએ સુંદર શિખામણ આપી, તેમને ચારિત્રમાં પુનઃ સ્થિર કરી દીધા હતા અને છેવટે સર્વ કર્મનો ક્ષય કરી તેઓ મુક્તિ પામ્યા હતાં.
૧૨. ઋષિદત્તા :- હિરષેણ તાપસની પુત્રી હતી અને કનકરથ રાજાને પરણી હતી. કર્મના ઉદયે અનેક પ્રકારની કસોટીમાંથી તેને પસાર
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International