________________
ભરહેસર-બાહુબલી-સજ્ઝાય
સ્વર્ગમાં ગઈ અને ત્યાંથી ચ્યવીને આવતી ચોવીશીમાં નિર્મમ નામે પંદરમા તીર્થંકર થશે.
૪૬૭
-
૨. ચંદનબાળા*:- ચંપાપુરીમાં દધિવાહન નામનો રાજા હતો. તેની રાણીનું નામ પદ્માવતી હતું. તેનું બીજું નામ ધારિણી હતું. તેને વસુમતી નામની પુત્રી હતી. એક દિવસ કૌશામ્બીના રાજા શતાનિકે તેના ઉપર ચડાઈ કરી, તેથી દધિવાહન રાજા ભય પામી નાસી ગયો. સૈનિકોએ તેના નગરને લૂંટ્યું અને ધારિણી તથા વસુમતીને ઉપાડીને ચાલતા થયા. શીલના રક્ષણાર્થે ધારિણી રસ્તામાં જ જીભ કરડીને મૃત્યુ પામી. કૌશાંબી પહોંચ્યાં પછી વસુમતીને બજારમાં વેચવા માટે ઊભી રાખી, જ્યાંથી એક શેઠે વેચાતી લીધી શેઠે તેનું નામ ચંદનબાળા પાડ્યું. તે અતિ સ્વરૂપવાન હતી. તેથી તેની સ્ત્રી મૂળાને વહેમ પડ્યો કે જતે દિવસે શેઠ આની સાથે લગ્ન કરશે.
એક દિવસ શેઠ જ્યારે બહાર ગામ ગયા ત્યારે મૂળાએ ચંદનબાળાને એક ભોંયરામાં પૂરી દીધી, તેના પગમાં બેડી નાખી અને મસ્તકે મુંડન કરાવ્યું. આવી રીતે અન્નજળ વગર ત્રણ દિવસ વ્યતીત થયા. ચોથે દિવસે શેઠને ખબર પડી, ત્યારે ભોંયરૂં ખોલીને તેને બહાર કાઢી અને એક સૂપડામાં અડદના બાકળા આપી, તે બેડી તોડવા માટે લુહારને બોલાવવા ગયા. અહીં ચંદનબાળા મનમાં વિચાર કરે છે કે ‘મારે ત્રણ દિવસના ઉપવાસ છે, તેથી જો કોઈ મુનિરાજ પધારે તો તો તેને આપીને પછી પારણું કરું’. એવામાં ભગવાન મહાવીર ત્યાં પધાર્યા કે જેમને દશ બોલનો અભિગ્રહ હતો. આ અભિગ્રહના બોલમાંથી એક બોલ ઓછો જોઈ તેઓ પાછા વળ્યા. એ વખતે ચંદનબાળાની આંખોમાં અશ્રુ આવ્યાં, એટલે અભિગ્રહ પૂર્ણ થતાં ભગવાન પાછા ફર્યા અને ચંદનબાળાને હાથે પારણું કર્યું કે આકાશમાં દેવદુંદુભિ વાગી પંચદિવ્યો પ્રગટ થયાં, તેના મસ્તક પર સુંદર
★ कोसंबिए सयाणीओ अभिग्गहो पोसबहुल पाडिवई । चाउम्मास मिगावई विजय सुगुत्तो य नंदा य ॥५२० ॥ तच्चावाई चंपा दहिवाहण वसुमई विजयनामा । धणवह मूला लोयण संपुल दाणे य पव्वज्जा ॥५२१॥
Jain Education International
આવ. હારિ વૃ. પૃ. ૨૨૨ અ.
For Private & Personal Use Only
www.jainelibrary.org