________________
૪૫૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
હતો, તેથી કોણિકે તેમની સાથે યુદ્ધ કર્યું હતું. આ યુદ્ધમાં વૈશાલિપતિ ચેટક મહારાજાએ હલ્લ વિહલ્લને મદદ કરી હતી, પણ યુદ્ધ દરમિયાન સેચનક ખાઈમાં પડીને મરી જતાં તેમને વૈરાગ્ય થયો એટલે શાસન દેવતાએ હલ્લ, વિહલ્લને પ્રભુ મહાવીર પાસે મૂક્યા, પ્રભુ પાસે દીક્ષા લઈ આત્મકલ્યાણ કર્યું. કાળધર્મ પામી સર્વાર્થ સિદ્ધ વિમાનમાં દેવ થયા.
૨૧. સુદર્શન શેઠ :- તેમના પિતાનું નામ અદાસ હતું અને માતાનું નામ અર્હદાસી હતું. તેઓ બારવ્રતધારી શ્રાવક હતા. એકદા તેઓ પૌષધવ્રત લઈ ધ્યાનમાં ઊભા હતા, ત્યારે રાજ-રાણી અભયાની સૂચનાથી દાસી, કાઉસ્સગ ધ્યાનમાં રહેલા શેઠને રથમાં ઉપાડીને રાજમહેલમાં લાવી હતી. તેમને ચલાવવા (ચલિત કરવા) રાણી અભયાએ ઘણી ચેષ્ટઓ કરી તથા ધમકીઓ આપી પણ તે સઘળું નિષ્ફળ ગયું. શેઠ ધ્યાનમાં જ રહ્યા. છેવટે શેઠ ઉપર શીલભંગનો મિથ્યા આરોપ મૂકવામાં આવ્યો હતો અને તે માટે રાજાએ તેમને શૂળીની શિક્ષા ફરમાવી હતી. શેઠ કાઉસ્સગ્નમાં જ રહ્યા ને તેમને શૂળીએ ચઢાવવા લઈ જવામાં આવ્યા. અહીં પતિનું મંગળ થાય ત્યાં સુધી મનોરમા શ્રાવિકા કાઉસ્સગ્ગ ધ્યાનમાં રહ્યાં હતાં, શેઠને શુળી ઉપર ચડાવ્યા, તે શુળીને સિંહાસનના રૂપમાં શાસન દેવે ફેરવી નાખી. રાજા ચમત્કાર પામ્યો અને ક્ષમા માગી, શેઠના શિયળનો મહિમા ગવાયો. બન્નેયે મહા વ્રત લીધું અને દંપતી મોક્ષમાં ગયા.
૨૨-૨૩. શાલ-મહાશાલ*:- આ નામના બે ભાઈઓ હતા. અરસ
* अण्णया य भगवं रायगिहे समोसढो, ततो भगवं निग्गतो चंपं जतो पधावितो, ताहे
सालमहासाला सामि पुच्छंति-अम्हे पिट्ठिचंपं वच्चामो, जई नाम कोइ तेसिं पव्वएज्ज सम्भंत्तं वा लभेज्ज, सामी जाणइ-जहा ताणि संबुज्झिहिन्ति, ताहे तेसिं सामिणा गोतमसामी बिइज्जओ दिण्णो, सामी चंपं गतो, गोयमसामीऽवि पिठ्ठिचंपं गतो, तत्थ समवसरणं, गागलि पिठरो जसवती य निग्गयाणि, ताणि परमसंविग्गाणि, धम्मं सोऊण गागलीपुत्तं रज्जे अभिसिंचिऊण मातापितासहितो पव्वइओ, गोयमसामी ताणि घेत्तूण चंपं वच्चइ, तेसिं सालमहासालाणं चंपं वच्चंताणं हरिसो जातो-संसारातो उत्तारियाणित्ति ।
-બવ. હરિ. ૩. પૃ. ૨૮૬ .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org