________________
શાંતિ-સ્તવ (પરિશિષ્ટ) ૦૪૨૩
દેવતાઓનાં ચિહ્ન પણ નથી જાણતો? અજ્ઞાનીના આગેવાન ! આંખો ફાડીને જો કે અમારાં નેત્રો મીંચાય છે ? તું જો કે પગ જમીનને અડકે છે ? તું જો કે અમારી પુષ્પમાલા કરમાયા વિનાની છે કે નહીં ? અમે બે દેવીઓ છીએ તે તને નથી સમજાતું ? એક જ મુષ્ટિપ્રહારથી હું તને પ્રથમ જ યમના ઘેર પહોંચાડી દેત પણ શ્રદ્ધાળુ જૈન હોવાનો દંભ કરીને તું મને પણ ઠગી ગયો શું કરું ? પ્રભુનો આદેશ છે તેથી તને જીવતો છોડું છું. પરંતુ પાપની ભૂમિ સમા ! તું અહીં આવ્યો શા માટે ? આવ્યો તો મુઠ્ઠી વાળીને શા માટે આવ્યો ? જેવી મુઠ્ઠી વાળીને આવ્યો તેવી જ મુઠ્ઠી વાળીને તું અહીંથી રવાના થઈ જા.
આ બધું સાંભળી લીધા પછી વીરદત્ત શ્રાવકે કહ્યું. દેવીઓ ! સાંભળો. તક્ષશિલા નગરીના શ્રીસંઘે શાસન દેવીના કહેવાથી ત્યાં ઉત્પન્ન થયેલા અશિવના ઉપશમન માટે શ્રીમાનદેવસૂરિને બોલાવવા મને અહીં મોકલ્યો પરંતુ મારા મૂર્ણપણાથી ત્યાંનું અશિવ ટળવાને બદલે મને જ અશિવ આવી લાગ્યું. આ સંભળી વિજયાદેવી બોલી કે ત્યાં અશિવ માટે ન થાય ? કે જ્યાં તમારા જેવા દર્શનમાં છિદ્ર જોનારા શ્રાવકો વસતા હોય.
વરાક! (ગરીબડા !) તું આ ગુરુના પ્રભાવને જાણતો નથી, મેઘ વરસે છે અને ધાન્ય પાકે છે તેય આ ગુરુના પ્રભાવથી જ છે, શ્રી શાંતિનાથ તીર્થંકરની સેવા કરનારી શાન્તિ દેવતા અમારા બહાને પોતાના બે રૂપ બનાવીને આમને વંદન કરે છે એમ સમજ. બીજું તારા જેવા શ્રાવકની સાથે હું પૂજયને કેવી રીતે મોકલું? તું કાન અને હૃદય વિનાનો છે તેમ શું હુંકાન અને હૃદય વિનાની છું ? તારા જેવા ઘણા આવા ધાર્મિક શિરોમણિઓ જ્યાં છે ત્યાં મોકલેલા અમારાગુરુ ફરી અમારા માટે જોવાનાય રહે છે કે નહીં તે સવાલ છે.
વિરદત્ત શ્રાવક વિચારમાં પડ્યો કે હવે શું થાય ?
આચાર્ય દેવે કહ્યું - સંઘનો આદેશ માટે માન્ય કરવો જ જોઈએ અને તે અશિવના ઉપશમનો આદેશ હું અહીં રહીને કરીશ. હું ત્યાં નહીં આવી શકું કારણ કે અહીંના સંઘની તે માટે અનુજ્ઞા નથી. સંઘમાં મુખ્ય આ બે દેવીઓ છે અને તેમની અનુમતિ નથી. પૂર્વે કમઠે પ્રકાશિત કરેલા અને આ બન્ને દેવીઓએ દર્શાવેલ “મંત્રાધિરાજ' નામનો પાર્શ્વનાથ પ્રભુનો મંત્ર છે તે સર્વ અશિવનો નિષેધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org