________________
શાંતિ-સ્તવ (પરિશિષ્ટ)૦૪૨૧
રહી. જો શબ પૂરાં બાળવામાં આવે તો બીજા લોકોને પોતે લાવેલા શબ બાળવા ખાસી રાહ જોવી પડે. જયાં જ્યાં નજર નાખો ત્યાં અર્ધદગ્ધ શબો અને ગીધ, સમડી વગેરેનાં ટોળાઓ દ્વારા તેની ઉડાવાતી મહેફિલ જ જોવા મળવા લાગી
પરિણામ એ આવ્યું કે લંકા જેવી મનોરમ તક્ષશિલા પૂરી ખાલી થવા લાગી, અને જ્યારે માનવો ચાલવા લાગે ત્યાં દેવોની પૂજા કોણ કરે? દેવોની પ્રતિમાઓ પણ પૂજાયા વિનાની પડી રહેવા લાગી. ઘર ઘરમાંથી મૃતકોની દુર્ગંધ વછૂટવા લાગી. આ મરકી કંઈક ધીમી પડતાં બચી ગયેલો સંઘ એકઠો થયો અને વિચારવા લાગ્યો કે શું પાંચમો આરો આજે જે સમાપ્ત થઈ જશે? શું આજે જ કલ્પાંત કાળ આવી લાગ્યો ? એ કપર્દી, એ અંબિકા, એ બ્રહ્મશાંતિ વગેરે બધા યક્ષો અને યક્ષણીઓ આજે સંઘના દુર્ભાગ્યે ક્યાં ગયા? એ સોળ વિદ્યાદેવતાઓ પણ ક્યાં ગઈ? જ્યારે આપણું ભાગ્ય જાગ્રત હતું ત્યારે તો બધા સમયે સમયે આપણને પોતાની હાજરીની પ્રતીતિ કરાવતા હતા. આજે તે બધા જ એક સાથે મળી ક્યાંક ચાલ્યા ગયા છે. શું કરવું તે સમજાતું નથી. માનવીના હાથનો કોઈ ઉપાય દેખાતો નથી. આમ તેઓ નિરાશ થઈને બેઠા છે.
એટલામાં ત્યાં શાસદેવતા આવી અને સંઘને કહેવા લાગી કે શા માટે સંતાપ કરો છો ? આ મરકી ફ્લાવનારા મ્લેચ્છોના વ્યંતરો એટલા પ્રબલ અને ઉમ્ર છે કે તેમની આગળ બધો જ અમારો દેવદેવી ગણ પણ પરાભવ પામી ગયો છે, આ સ્થિતિમાં તમારા રક્ષણ માટે અમારે શું કરવું? તે કહો. વળી આજથી ત્રીજે વર્ષ આ નગર તુર્કીઓ ભાંગશે માટે અત્યારથી સાવધ થઈ જાવ, છતાંય હાલ હું તમને એક ઉપાય બતાવું છું તેનો તમે અમલ કરો જેથી સંઘની રક્ષા થાય.
શાસનદેવીએ કહ્યું: નફૂલ નગરમાં શ્રી માનદેવસૂરિ છે તેમને અહીં બોલાવો અને તેમના પગ ધોઈ તે પાણી તમારાં મકાનો પર છાંટો તો મરકીનો ઉપદ્રવ શાન્ત થઈ જશે પણ આ ઉપદ્રવ શાન્ત થતાં જ તમારે આ નગરીનો ત્યાગ કરી અન્યત્ર ચાલ્યા જવું.
આમ કહી શાસનદેવી અન્તર્ધાન થઈ ગઈ. સંઘે પોતાનામાંથી વીરદત્ત નામના શ્રાવકને માનદેવસૂરિ મહારાજને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org