________________
પરિશિષ્ટ-૨
માનવદેવસૂરિ-ચરિતનો અનુવાદ
શ્રી પ્રભાચંદ્રસૂરિએ તેમના ગ્રંથ નામે પ્રભાવક ચરિતમાં શ્રી ‘માનવદેવસૂરિનું રિત' આપ્યુ છે તે શાંતિ સ્તવને સમજવામાં અનુકૂળતા કરે તેવું હોવાથી તેનું ભાષાંતર અહીં આપવામાં આવે છે :
શ્રમણ ભગવાન મહાવીર પરમાત્માની ૧૩મી પાટે દશપૂર્વધર મહાપ્રભાવક શ્રી વજસ્વામી થયા, તેમની ૪થી પાટે શ્રી દેવસૂરિ થયા કે જે અતિવૃદ્ધ હોવાથી વૃદ્ધ દેવસૂરિ તરીકે ઓળખાયા. તેમની પાટે શ્રી પ્રદ્યોતનસૂરિ આવ્યા.
એક વખતની વાત છે, આચાર્ય શ્રી પ્રદ્યોતનસૂરિ વિહાર કરતાં કરતાં નડ્યૂલ (નાડોલ) નગ૨માં પધાર્યા.
તે નગરમાં જિનદત્ત નામનો શેઠ વસે. જેને ત્યાં ધનના ભંડાર ભરેલા હતા. નગરમાં તેનું નામ પંકાતું હતું. તેના આંગણેથી યાચક પાછો ન વળતો. તેને ધારિણી નામની પત્ની અને તે પણ ધર્મવાસના જેની અતિ અતિ પ્રબલ હોય તેવી. તે બંનેને સંસારના સુખ ભોગવતાં એક પુત્ર થયો. નામ તેનું ‘માનદેવ'. જેવું તેનું નામ તેવા જ તેના ગુણ. તેનું ઝગારા મારતું મુખ જોનારાને લાગે કે આ કોઈ દેવાંશી બાળક છે, નગરના લોકો તેને માનથી જુએ. તેનું હૃદય બાલ્યકાળથી વૈરાગ્યવાસિત હતું.
તે નગરમાં પ્રદ્યોતનસૂરિ પધારેલા હતા. બાળક માનદેવે આ સાંભળ્યું અને તેનું વૈરાગી હૃદય તેને ત્યાં ખેંચી ગયું. ગુરુદેવે તેને જોયો. યોગ્ય આત્મા સમજી ગુરુ ભગવંતે તેને ધર્મ ઉપદેશ્યો અને સંસાર કેવો કારમો દાવાનલ છે અને તેમાં વનના દાવાનલમાં સપડાયેલા મૃગબાલ જેવા આપણે કેવા ફસાઈ ગયા છીએ તે સમજાવ્યું, તેમાંથી છૂટવાનો માર્ગ પણ દાખવ્યો. માનદેવને આ બધું હાડોહાડ વસી ગયું. તેનું વૈરાગ્યવાસિત અંતઃકરણ ગુરુચરણોમાં નમીને બોલી ઊઠ્યું કે ગુરુ ભગવંત ! કૃપા કરો અને મને આ સંસારદાવાનલમાંથી બહાર કાઢવા પ્રવ્રજ્યા આપો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org