________________
૪૧૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
પ્રથમ ગાથામાં “શ'નો ઉપયોગ આઠ વાર કર્યો છે, તે પણ સૂચક છે; કારણ કે “શ' એ શાંતિમય સુખદ સ્થિતિનો નિદર્શક હોવાથી મંગલરૂપ છે અને આઠ વાર મંગલ થાય તે અષ્ટમંગલ-પૂજાની બરાબર છે.
બીજી ગાથાથી “નામમંત્ર-સ્તુતિનો પ્રારંભ થાય છે. તેની ચાર ગાથાઓમાં શ્રી શાંતિનાથ ભગવાનની સોળ નામો વડે સ્તુતિ કરવામાં આવી છે. તે આ રીતે : (૧) તેઓ “પરબ્રહ્મસ્વરૂપ છે, કારણ કે તેમનો નિર્ધારિત અક્ષર ૩ૐકાર છે. (૨) તેઓ “ભગવાન” છે, કારણ કે ‘ભગ’ શબ્દથી સૂચિત થતા ઐશ્વર્ય આદિ ગુણોથી વિભૂષિત છે. (૩) તેઓ “અહ” છે, કારણ કે આ જગતના તમામ લોકો વડે દ્રવ્ય અને ભાવથી પૂજાવાને યોગ્ય છે. (૪) તેઓ “જયવાનું છે, કારણ કે સર્વ અપાયો પર જય મેળવનારા છે. (૫) તેઓ “યશસ્વી છે, કારણ કે તેમના નામનું સ્મરણ કરતાં દુઃખ અને દુરિત દૂર ભાગે છે. (૬) તેઓ દમન કરનારાના સ્વામી છે. (૭) તેઓ
ઋદ્ધિવંત” છે, કારણ કે અહંતોના ચોત્રીસ અતિશયો વડે યુક્ત છે. (૮) તેઓ “પરમ પ્રશસ્ય છે, કારણ કે પ્રશમરસથી પૂર્ણ ભરેલા છે. (૯) તેઓ કૈલોક્વેશ્વર' છે, કારણ કે ત્રણે લોકનાં પ્રાણીઓ પર તેમનું શાસન છે. (૧૦) તેઓ શાંતિના અધિપતિ છે, કારણ કે તે શાંતિવાળા, શાંતિ સ્વરૂપ અને શાંતિ કરે છે. (૧૧) તેઓ “દેવાધિદેવ” છે, કારણ કે સર્વ દેવેન્દ્રોથી પૂજાયેલા છે. (૧૨) તેઓ “નિર્જિત” છે, કારણ કે કોઈથી જિતાતા નથી. (૧૩) તેઓ “ભુવનેશ્વર” છે, કારણ કે ધર્મ-દેશના વડે ભુવન-જનોનું પાલન કરવામાં ઉદ્યત છે. (૧૪) તેઓ “ભય-ભંજન' છે, કારણ કે બધા ભયસમૂહોનો નાશ કરે છે. (૧૫) તેઓ “શિવ' છે, કારણ કે “અશિવો'નું ઉપશમન કરે છે, અને (૧૬) તેઓ “રુદ્ર પણ છે, કારણ કે બધા દુષ્ટગ્રહો ભૂત, પિશાચ અને શાકિનીઓની પીડાનો સંહાર કરે છે. સ્તુતિની પાંચમી ગાથામાં જણાવ્યું છે કે આ બધું કાર્ય શ્રી શાંતિનાથ ભગવાનના નામમંત્રોથી તુષ્ટ થયેલી (શાંતિદેવી કે નિર્વાણી દેવી) વિજયા (અને જયારૂપે) કરે છે, તેથી તેમની સ્તુતિ પણ પ્રસંગોચિત છે.
આ રીતે સ્તવકર્તાએ “નામમંત્ર-સ્તુતિ' પૂરી કરતાં જનહિત માટે કતૃત્વશક્તિ ધરાવનારી વિજયા અને જયા દેવીની સ્તુતિ કરવાનું પ્રયોજન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org