________________
શાંતિ-સ્તવ (લઘુશાંતિ) ૦૪૦૭
કરીએ તો એવા ચમત્કારો ભૂતકાળમાં બનેલા છે, હાલ પણ બને છે અને ભવિષ્યમાં પણ બનશે.
આવા ચમત્કારોનું નિર્માણ “યોગ વિદ્યા અને મંત્રો” વડે થઈ શકે છે.
“યોગ એટલે રાસાયણિક પ્રયોગો કે જડી-બટ્ટી આદિનો વિશિષ્ટ ઉપયોગ. “વિદ્યા” એટલે અનુષ્ઠાન સિદ્ધ એક પ્રકારની શક્તિ કે જેના અધિપતિ-સ્થાને પ્રાયઃ સ્ત્રી-દેવતા હોય છે; અને મંત્ર’ એટલે પાઠસિદ્ધ શક્તિ કે જેના અધિપતિ સ્થાને પ્રાયઃ પુરુષ-દેવતા હોય છે.
“યોગના પ્રભાવથી પાણી પર ચાલવાની, આકાશમાં ગમન કરવાની, અદૃશ્ય થવાની, સ્વર બદલવાની વગેરે ક્રિયાઓ સિદ્ધ થાય છે;
જ્યારે વિદ્યા' અને “મંત્રના પ્રભાવથી પરકાય-પ્રવેશ, ઇચ્છિતરૂપ-ધારણા, ઋદ્ધિ, સિદ્ધિ અને જયની પ્રાપ્તિ, શત્રુનો પરાજય, ભયનું નિવારણ, ઉપદ્રવોનો નાશ વગેરે અનેકાનેક ઘટનાઓ સિદ્ધ થાય છે. આ હકીકતને દર્શાવનારાં સંખ્યાબંધ પ્રમાણો આગમ-સાહિત્યમાંથી તેમ જ અન્ય સાહિત્યમાંથી મળી આવે છે.
મંત્રની સિદ્ધિ' તામસિક, રાજસિક કે સાત્વિક કોઈ પણ પ્રકારના . મનુષ્યો કરી શકે છે. તેમાં તામસિક અને રાજસિક સ્વભાવના મનુષ્યો તેનો ઉપયોગ પોતાની સ્વાર્થસાધના માટે અથવા શત્રુઓનો વિનાશ વગેરે કરવા માટે કરે છે, જ્યારે સાત્ત્વિક પુરુષો તેનો ઉપયોગ નિઃસ્વાર્થભાવે માત્ર જનહિતાર્થે જ કરે છે. તેથી જ્યારે જ્યારે કોઈ મહાન ઉપદ્રવ થાય કે રોગચાળો ફાટી નીકળે, ત્યારે જનતા મહાપુરુષોનું શરણ શોધે છે અને આવા મહાપુરુષો તેમને મંત્ર-ગર્ભિત સ્તવન કે સ્તોત્રો બનાવી આપે છે કે જેનો પાઠ કરવા માત્રથી યા શ્રવણ કરવામાત્રથી તે તે પ્રકારનો ઉપદ્રવ કે રોગચાળો શમી જાય છે.
આવો જ એક પ્રસંગ વીર-નિર્વાણની સાતમી સદીના અંત ભાગે ભારતવર્ષમાં બની ગયો. શાકંભરી નગરીમાં કોઈ પણ કારણે કુપિત થયેલી શાકિનીએ મહામારીનો ઉપદ્રવ ફ્લાવ્યો. એ ઉપદ્રવ એટલો ભારે હતો કે તેમાં ઔષધ કે વૈદ્યો કાંઈ પણ કામ આપી શકતા ન હતા, તેથી માણસો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org