________________
શાંતિ-સ્તવ (લઘુ શાંતિ) ૦ ૪૦૫
(૧૧) સર્વે દેવેન્દ્રોથી પૂજાયેલા, (૧૨) અજિત અને (૧૩) વિશ્વના લોકોનું રક્ષણ કરવામાં પરમ સાવધાન એવા તેમને સદા નમસ્કાર હો. ૪. (૧૪) સર્વ ભય-સમૂહોનો નાશ કરનાર, (૧૫) સર્વ ઉપદ્રવોનું શમન કરનાર અને (૧૬) દુષ્ટ ગ્રહ, ભૂત, પિશાચ તથા શાકિનીઓની પીડાનો સંહાર કરનાર એવા તેમને સદા નમસ્કાર હો. ૫.
જેમના નામમંત્રવાળા વાક્ય-પ્રયોગો વડે તુષ્ટ થયેલી વિજયાદેવી લોકોને ઋદ્ધિ-સિદ્ધિ આપીને તેમનું હિત કરે છે, તે શ્રીશાંતિનાથને (હે લોકો! તમે) વંદના કરો અને વિજયા (જયા) દેવી કામ કરનારી હોઈ તે પણ અહીં પ્રસંગાનુસાર સ્તવાયેલી છે. ૬.
(વિજયા-જયા-નવરત્નમાલા)
હે ભગવતી ! છે વિજયા ! હે સુજયા ! હે અજિતા ! હે અપરાજિતા ! હે જૈયાવહા ! હે ભવતી ! તારી શક્તિ પરાપર રહસ્ય વડે જગતમાં જય પામે છે, તેથી તને નમસ્કાર હો. ૭.
સકલસંઘને ભદ્ર, કલ્યાણ અને મંગલ આપનારી તેમજ શ્રમણ-સંઘને સદા નિરુપદ્રવી વાતાવરણ, સુતુષ્ટિ અને પુષ્ટિ આપનારી દેવી ! તું જય
પામ. ૮.
‘ભવ્ય’ ઉપાસકોને સિદ્ધિ, શાંતિ તથા પરમ પ્રમોદ આપનારી તથા ‘સત્ત્વશાલી’ ઉપાસકોને નિર્ભયતા અને ક્ષેમ આપનારી હૈ દેવિ ! તને નમસ્કાર હો. ૯.
‘જંતુ’ ઉપાસકોને શુભ આપનારી, ‘સમ્યગ્દષ્ટિ’વાળા જીવોને ધૃતિ, રતિ, મતિ અને બુદ્ધિ આપવાને સદા તત્પર તથા જૈન ‘પ્રવચન' પ્રત્યે સદ્ભાવ ધરાવનારી અને શ્રીશાંતિનાથ ભગવાન પ્રત્યે પૂજય બુદ્ધિ ધરાવનારી જનતાની શ્રીસંપત્તિ, કીર્તિ અને યશમાં વૃદ્ધિ કરનારી હે દેવી ! તું જય પામ ! વિજય પામ !! ૧૦-૧૧.
વળી તું સલિલ-ભયમાંથી, અનલ-ભયમાંથી, વિષ-ભયમાંથી, વિષધર-ભયમાંથી, દુષ્ટ-ગ્રહ-ભયમાંથી, રાજ-ભયમાંથી, રોગ-ભયમાંથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org