SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૮૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ કરેલી પીડાઓનો નાશ કરનારને. (૬) નમતિ-હે લોકો ! તમે નમસ્કાર કરો. કોને? તં તિ–તે શાન્તિનાથ ભગવાનને કેવા શાંતિનાથ ભગવાનને? યસ્ય તિ નામમગ્ન-પ્રધાનવાવોપયોકૃત-તોષા વિના નહિત ત્તે -જેમના નામમંત્રવાળા વાક્યના પ્રયોગ વડે તુષ્ટ કરાયેલી વિજયાદેવી રિદ્ધિ-સિદ્ધિ આપી લોકોનું ભલું કરે છે. તિ ૨ નુત-અને તેથી જ તે હવે પછી સ્તવાયેલી છે. શ્રી શાંતિજિન-નામમંત્ર’ સ્તુતિને “પંચરત્ન-સ્તુતિ” પણ કહી શકાય તેમ છે, કારણ કે એ સ્તુતિ રત્નસમાન સુંદર એવી પાંચ ગાથાઓ વડે બનેલી છે. વિનવા-નવા-નવરાત્સા-વિજયા અને જયા દેવીની નવ ગાથા વડે સ્તુતિ. હવે પછીની નવ ગાથાઓમાં વિજયા અને જયા દેવીની સ્તુતિ કરવામાં આવી છે કે જેનું સ્તવન-કર્તાને સાન્નિધ્ય હતું. તે સંબંધી શ્રીપ્રભાચન્દ્રસૂરિએ પ્રભાવક-ચરિત્રમાં જણાવ્યું છે કે "प्रभावाद् ब्रह्मणस्तस्य, मानदेवप्रभोस्तदा । શ્રીગયા-વિનયવ્યમ, નિત્ય પામતઃ ગૌ રપII તે વખતે શ્રીમાનદેવસૂરિના બ્રહ્મચર્યના પ્રભાવથી જયા અને વિજયા નામે બે દેવીઓ તેમને પ્રતિદિન પ્રણામ કરતી હતી.” આવો જ ઉલ્લેખ પટ્ટાવલીઓ તથા અન્ય ગ્રંથોમાં પણ મળે છે. આ સ્તવમાં પહેલો ઉલ્લેખ વિજયાનો આવેછે. (ગાથા છઠ્ઠી તથા સાતમી) અને પછી જયાનો આવે છે. (ગાથા સાતમી તથા પંદરમી) તેથી નવરત્નમાલાના વિશેષણમાં પહેલું નામ વિજયાનું અને બીજું નામ જયાનું રાખેલું છે.* * અન્ય મંત્ર-કલ્પોમાં પણ આવો જ ક્રમ જળવાયેલો છે. જેમ કે "सितदीधितिसमवणे, चामर-जपमालिका-वरफलाढ्ये । વિમાનજૂતિ-વચ્ચે, વ્યી વિનવા-નવે અવત: ૧૨" -શ્રીસાગરચન્દ્રકૃત મંત્રાધિરાજ કલ્પ, તૃતીય પટલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001008
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages532
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy