________________
શાંતિ-સ્તવ (લઘુ શાંતિ) ૩૭૯ ખંડથી નિરપેક્ષ છે અને ધ્યેય તથા ધ્યાન એટલે કે ગ્રાહ્ય તથા ગ્રહણરૂપ ધ્યાનના પ્રકારોથી પણ રહિત છે.*
આ પ્રકારે “પર” વિભાગની સાધનામાં મંત્ર, માત્રા અને મુદ્રા વગેરે કશું જ નથી, કેવળ ધ્યાતા ધ્યેયમય છે.
જ્યારે “અપર' વિભાગની સાધનામાં મંત્ર, મુદ્રા કાલ વગેરે સઘળું છે.
આ પ્રકારે “પર” અને “અપર' વિભાગ મંત્રપદો વડે. નતિ-જય પામે છે. રૂતિ તેથી.
આ અવ્યય અહીં વાક્યાર્થદ્યોતક છે, એટલે સમસ્ત વાકયના અર્થને દર્શાવનારું છે.
તે નમ: મવતુ-તને નમસ્કાર હો. (૮) ગ િa-વળી સર્વચ પચ-સકલ સંઘને. (ચતુર્વિધ સંઘને) સર્વ-સકલ. સ૬-ચતુર્વિધ સંઘ.
સ્તવકર્તાએ અગિયારમા શ્લોકમાં ગતિ બનતાનીમ્ શબ્દપ્રયોગ કરીને શાંતિ માટે ક્ષેત્ર વિસ્તારીને જગતની જનતાને આવરી લીધી છે તેથી તેમણે જગતની જનતાને ઉપદ્રવોમાંથી શાંતિ અપાવવા માટે તથા તેમની રક્ષા કરવા માટે વિજયા અને જયાને અહીં એક સાત શ્લોકનું જગનંગલ કવચ (શ્લોક ૭થી ૧૩ સુધી) રચીને બિરદાવ્યા છે.
જગતની જનતાને નીચે પ્રમાણે આઠ વર્ગમાં વિભક્ત કરવામાં આવી છે. દરેક વર્ગના કયાં કયાં કૃત્યો વિજય અને જયા કરી આપીને અથવા કરવા માટે ઉદ્યત રહીને રક્ષા કરે છે તે પણ કોષ્ટકમાં સવિસ્તર દર્શાવવામાં આવ્યાં છે :
★ मन्त्रमुद्राकलातीतं हस्वदीर्घ कलोज्ज्ञितम् । सर्व तत्त्वनिरपेक्ष्यं ध्येय धारण वर्जितम् ॥
જૈ. સ્તો. સં. ભા. ૨. પૃ ૭૯ ( શ્રી પાર્શ્વ સ્તો.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org