________________
“આયરિય ઉવજઝાએ' સૂત્ર ૦૩૨૩ વર્તનની ક્ષમા ઈચ્છવામાં આવે છે ને પોતાના હૃદયમાં કોઈને માટે વૈરવૃત્તિ રહેલી નથી, તે દર્શાવવા માટે સર્વેને ક્ષમાનું દાન કરવામાં આવે છે.
(૫) અર્થ-સંકલના આચાર્ય, ઉપાધ્યાય, શિષ્ય, સાધર્મિક, કુલ અને ગણ પ્રત્યે મેં જે કષાયો કર્યા હોય, તે સર્વેની હું મન, વચન અને કાયાથી ક્ષમા માગું છું. ૧.
મસ્તકે હાથ જોડીને પૂજ્ય એવા સકલ શ્રમણ-સંઘની ક્ષમા માગીને હું પણ સર્વેને ક્ષમા આપું છું. ૨.
અંતઃકરણની સાચી ધર્મભાવના-પૂર્વક જીવરાશિના સંકલ જીવોની ક્ષમા માગીને હું પણ તેમને ક્ષમા આપું છું. ૩.
(૬) સૂત્ર-પરિચય પ્રતિક્રમણનો વ્યાપક અર્થ એ છે કે મિથ્યાત્વમાંથી પાછા ફરીને સમ્યક્તમાં આવવું, અવિરતિમાંથી પાછા ફરીને વિરતિમાં આવવું, પ્રમાદમાંથી પાછા ફરીને સંયમ-માર્ગમાં ઉત્સાહિત થવું, અને કષાયમાંથી પાછા ફરીને કષાય-રહિત થવું કે ચારિત્રની નિર્મળતાને પ્રાપ્ત કરવી. આ કારણે પ્રતિક્રમણની ક્રિયામાં કષાયની ઉપશાંતિને મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે.
કષાયની ઉપશાંતિ ચાર ગુણોથી થાય છે : (૧) ક્ષમાથી, (૨) નમ્રતાથી, (૩) સરલતાથી અને (૪) સંતોષથી. એટલે ક્ષમા માગવી અને ક્ષમા આપવી, ગુણ-શ્રેષ્ઠોની શ્રેષ્ઠતાનો સ્વીકાર કરીને નમ્ર બનવું, સરલ ભાવે સર્વ દોષોની આલોચના કરવી અને યથાશક્તિ પ્રત્યાખ્યાન કરીને સંતોષવૃત્તિને ધારણ કરવી-એ પ્રતિક્રમણનાં મુખ્ય અંગો છે.
આ બધાં અંગોમાં ક્ષમાનું સ્થાન મુખ્ય છે, કારણ કે તેના વડે જીવનનો સર્વ વ્યવહાર શુદ્ધ, યોગ્ય અને આદર્શ બને છે. પ્રસ્તુત સૂત્ર તે માટે ખાસ યોજાયેલું હોવાથી તેનું નામ “વામUIકુત્ત' છે અને તેમાં આચાર્યથી શરૂ કરીને સર્વની ક્ષમા માગવામાં આવે છે, તેથી ‘સાયરિયાડું-વાપાસુર’ કહેવાય છે. સાધુએ કોઈ પ્રત્યે કષાય કરવાનો હોય નહિ, અને કદાચ કોઈ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org