________________
વંદિતુ સૂત્ર ૦ ૩૦૧
અતિચારોને ગુરુસાક્ષીએ) ગઈ કરી છે, (પાપકારી એવા મને ધિક્કાર છે એ પ્રકારે) જુગુપ્સા કરી છે. હવે હું મન, વચન અને કાયા વડે પ્રતિક્રમણ કરતાં (તમામ દોષોની નિવૃત્તિપૂર્વક) હું ચોવીસે જિનેશ્વરોને વંદના કરું છું.
(૬) સૂત્ર-પરિચય જે વીસ સ્થાનકોનું ઉલ્લાસપૂર્વક આરાધના કરવાથી “પુરુષોત્તમપદની પ્રાપ્તિ થાય છે તેમાંનું એક સ્થાનક “આવશ્યક ક્રિયા છે. તેની વ્યાખ્યા શ્રીઅનુયોગદ્વારસૂત્રમાં આ રીતે કરવામાં આવી છે :
'समणेण सावएण य, अवस्सकायव्वं हवइ जम्हा । अंतो अहोनिसिस्स य, तम्हा आवस्सयं नाम ॥'
એટલે તેની ઉપાદેયતા શ્રમણ અને શ્રાવક એ ઉભયને માટે એકસરખી છે. શ્રી “આવશ્યકસૂત્ર'ના છઠ્ઠા અધ્યયનમાં શ્રાવકધર્મને લગતા સંભવિત અતિચારોના આલાપકો આપવામાં આવ્યા છે, તેથી શ્રાવકોએ પ્રતિદિન પોતાના વ્રતમાં લાગેલા અતિચારોનું નિંદા અને ગહ દ્વારા
પ્રતિક્રમણ' કરવું સમુચિત* છે. વળી, નિષિદ્ધ ક્રિયાઓનું આચરણ થવાથી, વિધેય ક્રિયાઓનું આચરણ ન થવાથી, સર્વજ્ઞ ભગવંતોનાં વચન પર અશ્રદ્ધા થવાથી તથા શાસ્ત્રવિરુદ્ધ પ્રરૂપણા થવાથી પણ પ્રતિક્રમણની ક્રિયા આવશ્યક બને છે. આ ઉપરાંત પંચાચારની વિશુદ્ધિ માટે પણ તે અતિ અગત્યની છે. ટૂંકમાં કાદવ અને ધૂળથી ખરડાયેલાને જેટલી જરૂર સ્નાનની છે, તેટલી, બલકે તેથી પણ ઘણી વધારે જરૂર પાપ-પંકથી ખરડાયેલા આત્માઓને “પ્રતિક્રમણ'ની
પ્રસ્તુત સૂત્ર શ્રાવકોને આત્મિક શુદ્ધિ કરાવતું હોઈને “શ્રાવક(શ્રાદ્ધ)પ્રતિક્રમણ-સૂત્ર,' “ગૃહિ-પ્રતિક્રમણ-સૂત્ર,” “સમણોવાસગ-પડિક્કમણ-સુત્ત'*
+ વ્રતોને લગતા અતિચારનું સંશોધન કરનાર પોતાને લગતા અતિચારો પૂરતું
વંદિત્તસૂત્ર' બોલતા નથી, પરન્તુ અખંડિત બોલે છે. તે કેવી રીતે સકારણ છે તેનો ખુલાસો ધર્મસંગ્રહના પત્ર ૨૨૩ ૩૪માં નિર્દેશ છે. * પહેલાં બે નામો અર્થદીપિકામાં વપરાયેલાં છે અને છેલ્લું નામ આ સૂત્ર પરની
ચૂર્ણિમાં શ્રી વિજયસિંહસૂરિએ આપેલું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org