SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ વંદિતુ' સૂત્ર ૦ ૨૬૫ અને ૫. પારિષ્ઠાપનિકા.” નો-[ :]-જે મારો-[તિવાર:]-અતિચાર, અલના. ય-[]-અને. સંતિમ-તેને. નિ-મુનિન-હું નિદું છું. (૩૫-૪)વંતા....ધેિ. ઉપાય(કર્તવ્ય)ને નહિ કરવાથી અને હેય(વર્જવાને યોગ્ય)ને આચરવાથી જે જે અતિચારો ઉત્પન્ન થાય છે, તેનું પ્રતિક્રમણ આ ગાથામાં કરેલું છે. તે આ રીતે : “વંદન' યથાસમય, યથાવિધિ કરવું જોઈએ, તે ન થયું હોય તો તેની નિંદા. “વ્રતો’ લીધાં મુજબ બરાબર પાળવાં જોઈએ, તેમાં ભૂલચૂક થઈ હોય તો તેની નિંદા. બંને પ્રકારની “શિક્ષા'નું સેવન યથાર્થ રીતે કરવું જોઈએ, તે ન થયું હોય તો તેની નિંદા. “ગૌરવ” જાતિ-મદ આદિ આઠ પ્રકારનું, અથવા રસ આદિ ત્રણ પ્રકારનું છોડવું જોઈએ. જો તે ન છોડ્યું હોય તો તેની નિંદા. “સંજ્ઞા' ચારે પ્રકારની તજવી જોઈએ અથવા તેમાં યોગ્ય વિવેક કરવો જોઈએ, પણ તે ન કર્યો હોય તો તેની નિંદા. “કષાય” ચારે પ્રકારના તજવા જોઈએ, છતાં તે ન તજ્યા હોય તો તેની નિંદા. “દંડ' ત્રણે પ્રકારના તજવા જોઈએ, છતાં ન તજ્યા હોય તો તેની નિંદા. “ગુપ્તિ” અને “સમિતિ'નું બને તેટલું પાલન કરવું જોઈએ, છતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001008
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages532
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy