________________
‘વંદિત્તુ’ સૂત્ર૦ ૨૪૭
આ ગાથામાં કામ-ભોગની આશંસા ગ્રહણ ઍ એટલે ૬ પદથી કરવામાં આવેલ છે. શ્રી ઉપાસકદશાંગ સૂત્રમાં સંલેખના-તપના પાંચ અતિચારો નીચે મુજબ ગણાવેલા છે :- ૬. ફહતોનાસંસ-પ્પોને, ૨. પરતો સંત-ખગોળે, રૂ. નીવિગસંત-બગોળે, ૪. મરળાસંત-પ્પોળે, ૬. જામમોસંત-પ્પોળે' (સૂ. ૭)
આરાધક ઉત્કૃષ્ટ હોય તો પણ તે ધર્માનુષ્ઠાન આચરતાં આશંસા કરે તો અલ્પ જ ફળ પામે છે. કારણ કે-ચિંતામણિ રત્નને અલ્પ મૂલ્યમાં વેચનારની જેમ તે મનુષ્ય અચિંત્ય-ચિંતામણિરૂપ ધર્મને આશંસારૂપ અલ્પમૂલ્યથી વેચી નાખે છે. એ કારણથી જ અરિહંત ભગવંતોએ નિયાણું (નિદાન) (આશંસા) કરવાનો સર્વથા નિષેધ કર્યો છે, તે નિયાણાના નવ પ્રકારો છે. (૧) નૃપત્તનિવાનઃ, (૨) શ્રેષ્ઠિત્વનિવાનઃ, (૩) સ્ત્રીત્વનિદ્રાન:, (૪) પુરુષત્વનિવાન:, (૧) પપ્રવિવારનિવાન:, (૬) સ્વપ્રવિવારનિદ્રાન:, (૭) અલ્પરતપુર (અપ્રવિવાર)-નિવાન:, (૮) વિનિાન: તથા (૧) શ્રાદ્ધનિદ્રાન:
બળદેવો સર્વે ઊર્ધ્વગામી હોય છે તેનું કારણ ‘અનિદાન’ (આશંસા નહીં.) છે. અને વાસુદેવ તથા પ્રતિવાસુદેવો અધોગતિવાળા હોય છે, તેનું કારણ નિદાન (નિયાણું-આશંસા) જ છે, માટે બુદ્ધિમાનોએ નિયાણું વર્ષવું જોઈએ. -શ્રાદ્ધ પ્રતિ. સૂત્ર (અનુ. પ્ર. ૪૧૭-૧૮-૧૯) આ અતિચારો ‘સંલેખના-તપક્રિયા'માં ન લાગે તેવો મનોરથ ‘મા દુન્ત' પદોથી વ્યક્ત કરવામાં આવ્યો છે.
(૩૩-૫) ‘૧. ઇહલોકાશંસા-પ્રયોગ, ૨. પરલોકાશંસાપ્રયોગ, ૩. જીવિતાશંસા-પ્રયોગ, ૪. મરણાશંસા-પ્રયોગ અને ૫. કામભોગાશંસા-પ્રયોગ.” એ પ્રમાણેના ‘સંલેખના’વ્રત વિશે પાંચ પ્રકારના અતિચાર મને મરણના અંત ભાગમાંય ન લાગે તેવો મનોરથ ‘મહુઘ્ન’ પદોથી વ્યક્ત કરવામાં આવ્યો છે. વંદિત્તુસૂત્રની ગાથા ૬થી ૩૩ સુધીમાં જે જે વ્રતો અને તેના અતિચારો વિશે ઉલ્લેખ થયો છે, તેની સરળ સમજૂતી માટે અહીં એક કોષ્ટક આપવામાં આવે છે. તેમાં (૧) ગાથાનો ક્રમ, (૨) સમ્યક્ત્વાદિ અણુવ્રતો, ગુણવ્રતો, શિક્ષાવ્રતો, અને સંલેખનાં વ્રતનાં નામો દર્શાવી તેની સામે તે તે વ્રતોના અતિચારો દર્શાવાયા છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org