________________
વંદિતુ' સૂત્ર ૦ ૨૩૭
(૪) પ્રત્યાખ્યાત-ભવિષ્યકાલ સંબંધીનાં પાપોને નહીં પચ્ચખાણવાળા તે. અને,
પાવવİ-પાપ-કર્મવાળા (પાસત્યાદિ) સાધુને હીલના કરીને, નિંદા કરીને, ખ્રિસા (હાંસી) કરીને, ગહ કરીને, અપમાનીને, અસુંદર અને અપ્રીતિકર એવા અશન-પાન-ખાદિમ સ્વાદિમથી પ્રતિભાભીને (જીવો) અશુભ એવું દીર્ઘ આયુષ્યવાળું કર્મ ઉપાર્જે છે (બાંધે છે,)-એ પ્રમાણે રાગથી અને દ્વેષમૂલક નિંદાથી ભક્તિ કરી હોય તેની હું નિંદા અને ગહ કરું છું.
“ચિત્ત' એટલે ભાવની નિર્મળતા અને “પાત્ર એટલે લેનારની યોગ્યતા. જે ભાવમાં રાગનો કે દ્વેષનો અંશ ન હોય તે નિર્મળ ગણાય છે. જેમ કે કોઈ મુનિને જોઈ એવું ચિતવવું કે-આ તો મારા પૂર્વના સ્નેહી છે અથવા મારા સંસારી પક્ષના સગા છે, અથવા તે મારા પર વિશેષ સદ્ભાવ રાખે છે, માટે તેમને દાન આપું, તો એવું દાન રાગથી યુક્ત હોઈને ભાવની નિર્મળતાવાળું ગણી શકાય નહિ. તે જ રીતે એમ વિચારવું કે-આ મુનિ બહુ ભલા છે, તેમને રહેવાનું ઠેકાણું નથી, જો આપણે તેમને દાન નહિ આપીએ તો બીજું કોણ આપશે ? વગેરે; તો એવું દાન નિંદાથી યુક્ત હોઈને ભાવની નિર્મળતાવાળું ગણી શકાય નહિ. તેને બદલે એમ ચિંતવવું કે-“સુવિહિત મુનિને દાન આપવું તે મારો શ્રાવકનો ધર્મ છે. એથી મને અતિથિ-સંવિભાગવ્રતનો લાભ મળે છે અને પરિણામે પુણ્યાનુબંધી પુણ્યનો બંધ પડે છે. તેઓ તો નિરપેક્ષ છે, પણ મારે તેમની યથાર્થ ભક્તિ કરવી જોઈએ,” વગેરે. તો એવું દાન ઉત્તમ ભાવનાવાળું ગણાય.
પાત્રની દૃષ્ટિએ વિચાર કરીએ તો સુવિહિત સાધુ યોગ્ય પાત્ર છે. પછી તે સહિત, દુઃખિત કે અસ્વંયતમાંથી કોઈ પણ હોય. પાસસ્થાદિ સાધુઓ તથા કાપડી વગેરે અન્યલિંગીઓ કુપાત્ર સમજવા. અહીં પાત્રદાનનો પ્રસંગ હોવાથી સુહિત-દુ:ખિત અસ્વંયતની જ વાત છે. તેમની ભક્તિ ઉપર જણાવ્યું છે તેમ રાગથી કે દ્વેષથી કરી હોય, તો તેની નિંદા અને ગહ કરું છું.
(૩૧-૫) (૧) સહિત-સુંદર હિતવાળા, દુઃખિત-વ્યાધિ અથવા તપ, ત્યાગથી પીડિત કે કુશ દેહવાળા કે અસ્વંયત-સ્વેચ્છાચારીપણું ત્યજી ગુરુની આજ્ઞામાં વિચરતા સાધુ પ્રત્યે અથવા (૨) સુખી, દુઃખી તેમજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org