________________
૨૦૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૨
(૩) અણગળ પાણીથી નાહવું નહિ.
(૪) જરૂર જેટલા પાણીનો જ ઉપયોગ કરવો, પણ વધારે પાણી ઢોળવું નહિ.
ઉદ્વર્તન' : અયતના-પૂર્વકનું “ઉદ્વર્તન” અનર્થ નિપ્રયોજન છે.
વર્ણક” : અયતનાથી કરવામાં આવેલું વર્ણક એટલે કે હાથે પગે મેંદી મૂકવી, દાંત રંગવા, કપાળ પર પીયળ કરવી, છાતી પર ચિતરામણ કરવું વગેરે અનર્થ નિમ્પ્રયોજન છે.
વિલેપન’ : અયતનાથી કરવામાં આવતું “વિલેપન' અનર્થ છે.
શબ્દ' : વિનાપ્રયોજને બોલવું, ઘોંઘાટ કરવો, બૂમો પાડવી, સંગીતમાં લુબ્ધ થવું, ફટાણાં ગાવાં, બધા સૂઈ રહ્યા હોય ત્યારે અવાજ કરવો, કોઈની પણ નિંદા કરવી વગેરે “શબ્દ'થી ઉત્પન્ન થતો “અનર્થદંડ છે. પરોઢિયે વહેલા ઊઠીને ઊંચે શબ્દ બોલવાથી કે ખડખડાટ કરવાથી ગરોલી વગેરે હિંસક જીવો જાગીને જંતુઓને મારવાનું કામ શરૂ કરી દે છે, તથા વેપારીઓ, ખેડૂતો, મજૂરો અને કારીગરો વગેરે કામે લાગતાં સીધો કે આડકતરો પાપ-પ્રવૃત્તિનો પ્રારંભ થાય છે, એટલે “અનર્થદંડ' ને ઉત્પન્ન કરવામાં તે નિમિત્તભૂત બને છે.
રૂપ’ : દેહનાં રૂપ અને રંગ અનિત્ય છે, અસ્થિર છે, વીજળીના ઝબકારાં જેવાં ચપળ અને ક્ષણિક છે. એને સુધારવા માટે-સાચવવા માટે ગમે તેટલો પ્રયાસ કરવામાં આવે, તે મોહનું જ ચેષ્ટિત છે. ગમે તેટલા તેને પોષવામાં-પંપાળવામાં આવે તો પણ આખરે તે મિથ્યા જ છે. ઘડી પહેલાંની ફૂલ જેવી ગુલાબી કાયા ઘડી પછી જ બીમારી અને બદબોથી ખદખદી ઊઠે છે અને તેનું સર્વ રૂપ નષ્ટ થઈ જાય છે; તેથી એ દિશામાં સમય અને શક્તિનો વ્યય કરવો તે નિમ્પ્રયોજન હોવાથી “અનર્થદંડનું કારણ છે. રૂપ'ની વૃદ્ધિ માટે નવાં નવાં વસ્ત્રોની, નવા નવા અલંકારોની અને બીજી અનેકવિધ સામગ્રીની જરૂર પડે છે, જે પ્રચુર આરંભ-સમારંભ વિના પ્રાપ્ત થઈ શકતી નથી. વળી તે અંગે અનિષ્ટસંયોગ અને ઈષ્ટ-વિયોગ આદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org