SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ વંદિતું સૂત્ર ૧૫૯ સરહદ એક જમીનને લગતી ન હોય તેને તે જમીનને લગતી કહેવી અને જે સરહદ ખરેખર એક જમીનને લગતી હોય તેને તે પ્રકારે ન કહેવી, વગેરે બાબતોનો સમાવેશ “ભૂમ્પલીક'માં થાય છે; તેથી આ વ્રતમાં તે દૂષણરૂપ છે. (૪) “ન્યાસાપહાર'-ન્યાસ'–થાપણ, તેનો “અપહાર' કરવો એટલે તેને ઓળવવી. કોઈએ સાચવવા આપેલી થાપણને પોતાની કરી રાખી લેવી અને સામા ધણીને કહેવું કે એ વાત ખોટી છે, અથવા તેમાં હું કાંઈ પણ જાણતો નથી, એ આ પ્રકારનો ચોથો મૃષાવાદ છે. તેથી સામાને ભયંકર દુઃખ થાય છે, ન કલ્પી શકાય તેવો આઘાત થાય છે અને ઘણી વાર એ આઘાતથી મૃત્યુ પણ થાય છે, તેથી આ વ્રતમાં તે દૂષણરૂપ છે. (પ) “ફૂટસાક્ષી–કોઈની ખોટી સાક્ષી પૂરવી તે ફૂટ સાક્ષી નામનો મૃષાવાદ છે. પૈસાની લાલચથી, સત્તાની લાલચથી, લાગવગથી, શેહથી કે શરમથી, કોર્ટ-કચેરીમાં કે લવાદ યા પંચ આગળ, કોઈની પણ ખોટી સાક્ષી પૂરવી એ મહા અનર્થનું કારણ છે; તેથી આ વ્રતમાં તે દૂષણરૂપ છે. મરિયમપૂસળે, રૂલ્ય પમાય-પો-પૂર્વવત્. (૧૧-૪) વીપ મનુષ્યયમ્મી-હવે બીજા અણુવ્રતમાં જે અતિચારો લાગ્યા હોય, તેનું પ્રતિક્રમણ કરવામાં આવે છે. પરિપૂત ......મારિયં-સ્થૂલ-મૃષાવાદ વિરતિથી જે અતિક્રખ્યું હોય, સ્થૂલ-મૃષાવાદ-વિરમણ વ્રતમાં અતિચાર લાગે તેવી કોઈ પ્રવૃત્તિ કરી હોય. (૧૧-૫) હવે બીજા અણુવ્રતને વિશે (લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ કરવામાં આવે છે.) અહીં પ્રમાદના પ્રસંગથી કે ક્રોધાદિ અપ્રશસ્ત ભાવનો ઉદય થવાથી સ્થૂલ–મૃષાવાદ-વિરમણ–વ્રતમાં અતિચાર લાગે તેવું (જે કાંઈ અશુભ કર્મ બંધાયું હોય, તેનાથી હું પ્રતિક્રમું છું. (પાછો ફરું છું.) અવતરણિકા-હવે બીજા અણુવ્રતના (સ્થૂલ-મૃષાવાદ-વિરમણ વ્રતના) પાંચ અતિચાર દર્શાવીને તે પાંચેય અતિચારોનું પ્રતિક્રમણ જણાવાય છે. (૧૨-૩) સદસ-ર-સવારે-સિદસ--સ્વવારે]-સહસાડભ્યાખ્યાન, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001008
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages532
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy