________________
૧૪૮ ૯ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
નથી. પહેલામાં તેમના પ્રત્યે દ્વેષભાવ પોષાય છે, જ્યારે બીજામાં તેમના પ્રત્યે ઉદાસીન-ભાવ રહે છે. ‘કુલિંગીઓની પ્રશંસા’ એ ‘સમ્યક્ત્વ'નો ચોથો ‘અતિચાર’ છે. કુલિંગીનું લક્ષણ એ છે કે વેષ ત્યાગી કે મુમુક્ષુનો હોવા છતાં, ચર્યા તેથી વિરુદ્ધ હોય. જેમ કે પંચાગ્નિ તપ, અણગળ જળમાં સ્નાન, સ્ત્રીસ્પર્શનો અનિષેધ, ઇત્યાદિ.
(૫) કુલિંગી-સંસ્તવ. કુલિંગીઓના પરિચયથી-સહવાસ-સંસર્ગથી અનેક આધ્યાત્મિક અનર્થો સંભવે છે. તથા શુદ્ધ શ્રદ્ધા-સમ્યક્ત્વ દૂષિત થાય છે; તેથી એને સમ્યક્ત્વનો પાંચમો અતિચાર કહ્યો છે.
(૬-૫) જિનવચનમાં (૧) શંકા (૨) અન્યમતની વાંચ્છા, (૩) ધર્મક્રિયાના ફળનો સંદેહ અથવા સાધુ-સાધ્વીનાં મલિન ગાત્ર તથા વસ્ત્ર દેખી દુગંછા થવી, (૪) મિથ્યાત્વીની પ્રશંસા (૫) તથા તેમનો પરિચય કરવો, એ સમ્યક્ત્વના (પાંચ) અતિચાર (જે મેં સેવ્યા હોય તે નિમિત્તે અશુભ કર્મ બાંધ્યું હોય) તે દિવસ સંબંધી સર્વ કર્મથી હું પ્રતિક્રમું છું (પાછો ફરું છું). અવતરણિકા-હવે ચારિત્રાચારના પ્રતિક્રમણની ઇચ્છાથી પ્રથમ સામાન્ય રૂપે ‘આરંભ નિંદા' માટે જણાવાય છે.
(૭-૩) છાય-સમારંભે-[ષાય-સમારમ્ભે]-‘છકાય'ના જીવોની વિરાધના કરતાં, ‘છકાય’ના જીવોની હિંસા કરતાં.
છ પ્રકારનો કાય–સમૂહ તે ‘વાય’. તેનો સમારમ્ભે એટલે હિંસા, તે ‘ષાય-સમારમ્ભ’. તેના વિશે.
“પૃથ્વીકાય, અપ્કાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય.” એ ‘છકાય'. તેની વધારે વિગત માટે દશવૈકાલિકસૂત્રનું ચોથું અધ્યયન જે ઈબ્નીપિળયા-ષટ્કીનિા નામનું છે, તે આ વિષયમાં સુંદર પ્રકાશ પાડે છે.
પથળે [પત્તને] રાંધતાં.
પપ્-રાંધવું. પવન-રાંધવાની ક્રિયા, તે વિશે.
પયાવળે-[પાનને] રંધાવતાં.
જાતે રાંધવું તે ‘પદ્મન' અને બીજા પાસે ગંધાવવું તે ‘પાવન’.
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org