________________
શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર (પ્રબોધટીકા) સાત અંગોની સામાન્ય સમજૂતી
પહેલું અંગ મૂલપાઠ આ અંગમાં પરંપરાથી નિર્ણત થયેલો તથા વિવિધ પોથીઓના આધારે શુદ્ધ કરેલો પાઠ આપેલો છે.
બીજું અંગ-સંસ્કૃત છાયા આ અંગમાં સમજવાની સરળતા ખાતર મૂલપાઠના ક્રમ પ્રમાણે સંધિ કર્યા વિનાનાં સંસ્કૃત પદો આપેલાં છે.
- ત્રીજું અંગ-સામાન્ય અને વિશેષ અર્થ
આ અંગમાં વ્યુત્પત્તિ અને ભાષાના ધોરણે દરેક પદના સામાન્ય અને વિશેષ અર્થો આપેલા છે.
ચોથું અંગ-તાત્પર્યાર્થ આ અંગમાં પરંપરા, પરિભાષા અને સંકેત વડે થતાં પદો અને વાક્યોના અર્થનો નિર્ણય જણાવેલો છે.
પાંચમું અંગ-અર્થ-સંકલના આ અંગમાં પરંપરા, પરિભાષા અને સંકેત વડે નિર્ણત થયેલા અર્થની સંકલના શુદ્ધ ગુજરાતીમાં આપેલી છે.
છઠું અંગ-સૂત્ર-પરિચય આ અંગમાં સૂત્રની અંતર્ગત રહેલો ભાવ તથા તેની રચના અંગેનું મહત્ત્વ દર્શાવેલું છે.
* પહેલા ભાગની બે આવૃત્તિમાં અને બીજા તથા ત્રીજા ભાગની પહેલી આવૃત્તિમાં અષ્ટાંગી વિવરણ હતું તેનું હવે ત્રણેય ભાગમાં સપ્તાંગી વિવરણ કરવામાં આવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org